SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ નમસ્કારમંત્રને ચિંતનીય વિષય ૯૭ આ ગુણે યાદ રાખવા માટે પચિંદિય? સૂરની નીચેની બે ગાથાઓ ઉપયોગી છે. - पंचिंदियसंवरणो, तह नवविहबमचेरगुत्तिधरो। चठविहकसायमुक्को, इअ अट्ठारसगुणेहिं संजुत्तो ॥१॥ पंचमहव्वयजुत्तो, पंचविहायारपालणसमत्यो। पंचसमिओ तिगुत्तो, छत्तीसगुणो गुरू मज्झ ॥२॥ પાંચ ઈન્દ્રિયેના વિષયને જીતનારા, નવા વાડોથી બ્રહ્મચર્યનું રક્ષણ કરનારા, ક્રોધાદિ ચાર કષાયોથી મુક્ત, આ રીતે અઢાર ગુણવાળા વળી પાંચ મહાવ્રતને ધારણ કરનારા, પાંચ પ્રકારના આચાર પાળવામાં સમર્થ, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી યુક્ત, આ રીતે કુલ છત્રીશ ગુણવાળા મારા ગુરુ છે.* બૃહક૫ભાષ્યમાં “સેવાકુર્જરવી” આદિ ચાર ગાથાથી આચાર્યપદને વ્ય કોણ ગણુય અથવા આચાર્યમાં કેવા ગુણ હોવા જોઈએ? તેનું વર્ણન કરેલું છે. ઉપાધ્યાય ભગવંતના પચીશ ગુણે ઉપાધ્યાયના પચીશ ગુણેની ગણના સંક્ષેપમાં આ પ્રમાણે થાય છે : અગિયાર અને ભણે-ભણવે તે ૧૧ ગુણ બાર ઉપાગે ભણે–ભણાવે તે ૧૨ ગુણ ચરણસિત્તરી પાળે તે ૧ ગુણ કરણસિત્તરી પાળે તે ૧ ગુણ કુલ ૨૫ ગુણ * સામાયિકાદિ ધાર્મિક અનુષ્ઠાનમાં ગુરુની સ્થાપના કરતી વખતે નમસ્કારમંત્ર ઉપરાંત આ પાઠ પણ બેલાય છે. ન. સિન
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy