________________
નમસકારમંત્રસિદ્ધિ
કરાયેલે આ નમસ્કાર સર્વ પાપને નાશ કરે છે તથા સર્વે મંગલેમાં ઉત્કૃષ્ટ મંગલ છે.
આ રીતે ચૂલિકાનાં ચાર વેદોમાં પંચપરમેષ્ઠી–નમસ્કારનું ફળ બતાવ્યું.
નમસ્કારમંત્રના આ સામાન્ય અર્થ પર રેજ છે મનન-ચિંતન કરવું ઘટે છે. મનન-ચિંતન કરતા અર્થને પ્રકાશ વધારે ઉજ્જવલ બને છે અને તે આપણને એક પ્રકારને અલૌકિક આનંદ આપે છે.
વિશેષ અર્થમોધ નમો-નમસ્કાર હે. નમરકાર એટલે વંદન, પ્રણામ કે પ્રણિપાત. તે નમવાની એક પ્રકારની ક્રિયા છે અને દ્રવ્ય તથા ભાવ એટલે બાહા તથા અત્યંતર એમ બે પ્રકારે થાય છે. હાથ જોડવા, મરતક નમાવવું, પાંચ અંગ ભેગાં કરવાં. વગેરે નમસ્કારની બાહ્ય ક્રિયા છે અને નમ્રતા ધારણ કરવી તથા જેમને નમસ્કાર કરવાનું છે, તેમના પ્રત્યે ભક્તિ, વિનય તથા બહુમાનની લાગણી રાખવી, એ નમસ્કારની અત્યંત કિયા છે. બાહ્ય નમસ્કારથી શિષ્ટજનોએ પ્રવર્તાવેલા વ્યવહારનું પાલન થાય છે અને અત્યંતર ક્રિયાથી મન, અંતર કે આત્માની શુદ્ધિ થાય છે. બાહ્ય અને અત્યંતર નમરકારમાં અત્યંતર નમસ્કારનું ફલ ઘણું વધારે છે.
અરિહંતા–અરિહંત ભગવતેને. અરહંત, અરિહંત તથા અરુહંત એ બધા શબ્દો અને ભાવ સૂચવનારા છે.