SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ તેમજ નાણાવટ વડા ચૌટા ઉપાશ્રયમાં પ્રભાવના વિગેરે કરવામાં આવી. ત્યાંથી વિહાર કરી મુંબઈપધાર્યા અને કેટમાં ચોમાસું કર્યું. ત્યારપછી પારલા ચોમાસું કર્યું અને આગળ ઘાટકેપર તરફ વિહાર કર્યો તથા ત્યાં ચોમાસું કર્યું. તે પછી ૨૦૧૮નું ચોમાસું ભાયખલા કર્યું. આ દરમિયાન ૧૯ થી ૨૪ મી ઓળી કરી. વર્ધમાન તપની ૨૫-૨૬મી ઓળીમા ૨૧ ઉપવાસ કર્યા. સ થે તપશ્ચર્યા નિમિત્તે ભવ્ય અઠ્ઠાઈ મહત્સવ કર્યો. સં. ૨૦૧૯ની સાલમાં પ. પૂ. આચાર્ય શ્રી વિજયલબ્ધિસુરીશ્વરજી મહારાજના અંતેવાસી શિષ્ય પૂ. ઉપાધ્યાય શ્રી જયંત વિજયજી મ. તથા પૂ. પંન્યાસ શ્રી વિક્રમવિજયજી ગણિવર્યની પાસે રહી મુનિશ્રીએ આત્મકલ્યાણની આરાધનામાં ખૂબ પ્રેરણાદાયક એવા. આગને અભ્યાસ કર્યો. તે પછી એમની સાથે વાપી પધાર્યા. હવે એમના ગુરુદેવ પ. પૂ. આચાર્ય શ્રી વિજયલક્ષ્મણસૂરીશ્વરજી મ. સાહેબનું ચાતુર્માસ મુંબઈ લાલબાગ ખાતે નક્કી થયું. આ વખતે મુનિશ્રીનું ચાતુર્માસ મુંબઈ થાય તે સારું એવી ભાવનાથી તેમના સંસારી માતુશ્રીએ વાપી ખાસ વિનતિપત્ર લખ્યું, એટલે મુનિશ્રી. માત્ર ચાર દિવસમાં ૧૦૫ માઈલનો ઉગ્ર વિહાર કરી મુંબઈપધાર્યા અને પૂજય ગુરુદેવની નિશ્રામાં રહ્યા. ત્યારબાદ પૂજય ગુરુદેવને વિહાર ગુજરાત તરફ થ અને મુનિશ્રીએ મુંબઈને પરાઓમાં વિચરી ઘણુને ધર્મલાભ આપે તથા તેમના ગુરુભાઈ મુનિશ્રી માણેકવિજ્યજી મહારાજની તબિયત સારી ન હોવાથી તેમની સેવા કરી. સં. ૨૦૨૦નું ચાતુર્માસ શ્રી પરવાલ સંઘ તથા સકલ સંઘની વિનંતિથી દાદર-નાયગામ ખાતે થયું. આ ચાતુર્માસ મુનિશ્રીજીનું પહેલું જ સ્વતંત્ર ચાતુર્માસ હતું અને દાદર નયગામના ઉપાશ્રયમાં .પણ સાધુ-મુનિરાજનું પહેલવહેલું જ ચાતુર્માસ હતું. આ ચાતુર્મા
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy