SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ નમસ્કારમંત્રસિદ્ધિ છે. તેમાં કેટલી ચે વાર ગમખ્વાર અકસ્માતે બને છે અને અનેક માણસની જાનહાનિ થાય છે. પરંતુ નમસ્કારમંત્ર તેના આરાધને આવા સમયે અદ્દભુત બચાવ કરે છે. શ્રી વિજ્યલકમણસૂરીશ્વરજી મહારાજના બેંગારના ચાતુર્માસમાં મદ્રાસની સાઉથ ઇન્ડિયન ફલેર મીલવાળા શેઠ પુનમચંદ રૂપચંદ તેમની પાસે પર્યુષણપર્વની આરાધના કરવા આવેલા. પયુર્ષણ પછી તેઓ બેંગલોરના એક ભાઈ સાથે મહૈસુર જવા મોટરમાં રવાના થયા. રસ્તામાં એ મેટરને અકસ્માત થયે, એ જ વેળા એમના મુખમાંથી “રો રિતા” એ બે શબ્દો નીકળી પડ્યા. જેમને નમસ્કારમંત્રમાં શ્રદ્ધા હોય, જેઓ રાજ નમસ્કારમંત્રની નિયમિત ગણના. કરતા હોય, તેમના મુખમાંથી જ અણીના સમયે આવા શબ્દો નીકળી શકે. પછી શું થયું ? તેની તેમને ખબર પડી નહિ. જ્યારે આંખ ખોલી ત્યારે તેઓ મેટરની બહાર ઊભેલા હતા અને તેમને કંઈ પણ ઈજા થઈ ન હતી. માત્ર બેંગલોરવાળા ભાઈના એક પગે ઉઝરડો થયે હતે. કેઈ એમ માનતું હોય કે એ તદ્દન સામાન્ય અકસ્માત હશે, તેથી આમ બન્યું હશે, પણ વસ્તુસ્થિતિ તેથી જુદા જ પ્રકારની હતી. મેટર, તૂટી ગઈ હતી અને તે બાજુએ પડી હતી. તેને દરવાજે ક્યારે ખુલ્લું? કેમ ખુલ્યો? ફરી પાછો બંધ કેમ થઈ ગયે? તે વિષે કેને કંઈ ખબર ન હતી. એટલે આ ચમત્કારિક બનાવ નમસ્કારમંત્રના સ્મરણના પ્રભાવે બન્યો. એમ માનવું જ પડે. આપણે તેને બુદ્ધિગમ્ય બીજે ખુલાસે. શું કરી શકીએ?
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy