SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ નમસ્કારમંત્રસિદ્ધિ વાળી થઈ અને પતિને કહેવા લાગી કે “ગઈ ગુજરી ભૂલી જાઓ અને હજી પણ આત્મહિતની સાધના કરે.” કુટુંબીઓએ આ વાત જાણી, ત્યારે તેમના આશ્ચર્યને પાર રહ્યો નહિ. તેઓ પણ એને નમી પડ્યા અને પોતાના અપરાધની ક્ષમા માગવા લાગ્યા. શ્રીમતીએ એ બધાને ધર્મના માર્ગે વાળી પિતાની ફરજ અદા કરી. નમસ્કારમંત્રના સ્મરણથી આવી અદ્ભુત ઘટનાઓ બને છે, તેથી જ તેના પ્રભાવને શાસ્ત્રોએ અપૂર્વ–અચિંત્ય કહ્યો છે. આધુનિક કાલે પણ નમસ્કાર મંત્રને પ્રભાવ દર્શાવતી આવી અનેક ઘટનાઓ જોવામાં આવે છે. તેમાંની ત્રણ-ચાર ઘટનાનું અહીં વર્ણન કરીશું. ધાડપાડુઓમાંથી રક્ષણ થયું ! મારવાડના એક ગામમાં કેટલાક સશસ્ત્ર ધાડપાડુઓ ચડી આવ્યા. તેમની સંખ્યા મેટી હતી, એટલે ગામલેકે સામનો કરી શકે એવી સ્થિતિમાં ન હતા. ત્યાં એક જૈન શ્રીમંત વસતા હતા અને તેમના પર ધાડપાડુઓની ખાસ દિષ્ટ હતી. આમ તે તેઓ ધંધાર્થે દક્ષિણમાં વસતા હતા, પણ આ વખતે કોઈ વ્યાવહારિક પ્રસંગે વતનમાં આવ્યા હતા અને તેમની તિજોરીમાં આશરે એક લાખ રૂપિયાનું સનું હતું. તેમને સમાચાર મળ્યા કે ધાડપાડુઓ ચડી આવ્યા છે અને થેડી જ વારમાં અહીં આવી પહોંચશે, એટલે
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy