SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિ-સ્મૃતિ વધારનારું અદભુત સ્તોત્ર ર૩૯ મૂળરૂપ, વિષ્ણુ તથા શિવ વડે વંદિત અને સંસારમાં સારભૂત . (એવી હે દેવી સરસ્વતી! તમને મારા પ્રણામ હૈ !) ૧. છે આવા મંત્રીબીજના જપથી પ્રસન્ન થનારી, ચંદ્રમાની કાંતિ જેવા મુકુટ વડે વિભૂષિત, હાથમાં વીણા ધારણ કરનારી, હે માતા સરસ્વતી ! તને નમસ્કાર - હિો ! (મારા) અજ્ઞાનને બાળી દે! બાળી દે! (મને) ખૂબ વિસ્તૃત બુદ્ધિ પ્રદાન કર. હે વિદ્યાદેવી ! વેદાંતાદિ શાસ્ત્રો વડે જાણવા ચોગ્ય, વેદોમાં પઠિત, મેક્ષ આપનારી, મુક્તિના માર્ગરૂપ, માર્ગાતીત સ્વરૂપ તથા શ્વેત પુષ્પની માળાને ધારણ કરનારી હે દેવી સરસ્વતી ! મને વર આપે. ૨. “ધીં ધી થી આવા બીજમંત્રોને લીધે ધારણા સરસ્વતી”ના નામે પ્રસિદ્ધ, ધૈર્ય, બુદ્ધિ, સ્તુતિ અને વિવિધ નામ વડે કીનીય, નિત્ય, અનિત્ય તથા નિમિત્તરૂપ, મુનિજને વડે પ્રણત, નૂતન અને પુરાતન સ્વરૂપ, પુણ્યમયી, પુણ્યપ્રભાવવાળી, વિષ્ણુ અને શિવજીવડે વંદિત, પૂર્ણ તત્વરૂપ, મંત્રમયી, મંત્રાર્થના તત્વવાળી, બુદ્ધિમતી, બુદ્ધિ આપનારી તથા ભગવાન કૃષણના પ્રિય (બંશી) નાદ સ્વરૂપ હે દેવી સરસ્વતી !( તને મારા નમસ્કાર હો!) ૩. સી” કરી શ્રી' એવા બીજમંત્રોના ઉત્તમ સ્વરૂપવાળી, હાથમાં પુસ્તક ધારણ કરનારી, પ્રસન્ન આકાર અને પ્રસન્ન ચિત્ત તથા મંદ હાસ્યપૂર્ણ મુખવાળી, સુંદર, શત્રુઓનું ભણ અને સ્તંભન કરનારી, મારાં પાપનું દહન કર ! દહન કર ! હે મેહસ્વરૂપ તથા મુગ્ધજનેને બેધ
SR No.011613
Book TitleMantra Divakar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1975
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy