SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ટીકાકારને મંગળ બ્લોક : નમસ્કાર - શ્રી પંચસૂત્ર ઉપર વ્યાખ્યાકાર વ્યાખ્યા કરતાં મંગળમાં આ શ્લોક લખે છે કે – प्रणम्य परमात्मानं महावीर जिनोत्तमम् । सत् पञ्चसूत्रक व्याख्या समासेन विधीयते ॥ અર્થાત્ જિનેશ્વર ભગવાન પરમાત્મા શ્રી મહાવીરદેવને નમસ્કાર કરીને સત એવા પંચસૂત્રની વ્યાખ્યા સંક્ષેપથી કરવામાં આવે છે. પરમાત્માને નમસ્કાર રૂપી મંગળ એ ઈષ્ટ શુભકાર્યની આડે ઊભેલા વિન્નેને યાને અંતરાય કર્મને નાશ કરે છે, માટે શુભ કાર્યના પ્રારંભે તે જરૂરી છે. ભગવ–નમસ્કાર સુવર્ણ સિદ્ધિ કે અન્ય મહામંત્ર કરતા પણ મહા કિંમતી છે. માટે તો કહે છે કે ને કે ___ इक्का वि नमुक्कारो. तारेइ नर' व नारि वा। મહાવીર પ્રભુને કરેલે એક પણ નમસ્કાર પુરુષને યા સ્ત્રીને ભવપાર કરી દે છે. નમસ્કારનું આટલું ઉત્કૃષ્ટ કેટિનું અચિંત્ય સામર્થ્ય જોઈ કણ સુજ્ઞ એમાં પ્રમાદ કરે ? અલબત, એ નમસ્કારનું મૂલ્ય, નમસ્કાર સર્વજ્ઞ ભગવાનની આજ્ઞા– સ્વીકારરૂપ બની જવાથી, ઘણું વધી જાય છે. જિનની આજ્ઞાને સ્વીકાર ચાને આત્મસાકરણ જેટલું ઊંચું, તેટલું ફળ ઊંચું. આમ જે નમસ્કારથી મોક્ષ સુધીનું ફળ મળે છે, તો બીજી સગતિ અને અચિત્ય સિદ્ધિઓ પ્રાપ્ત થાય તેમજ ભયંકર આપત્તિઓ ટળે એમાં નવાઈ શી ? વચન સતું-સત્ય સુંદર - પંચસૂત્રક એટલે પાંચ સૂત્રોનું બનેલું “પંચસૂત્ર” નામનું શાસ્ત્ર. અહીં “સત્
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy