SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવજ્યા-ફલસૂત્રમ ] ૪૪૧ કરવા સરખી ય કઈ પરિશ્રમની ક્રિયા નથી. કેવળજ્ઞાન તે આત્માને નિર્મલ દર્પણ જેવો સ્વભાવ છે, જેમાં વિશ્વના પદાર્થો સહજભાવે પ્રતિબિંબિત અર્થાત્ ભાસિત થાય છે. દર્પણમાં પ્રતિબિંબ પડે, તેમાં દર્પણમાં શી કિયા? એટલે, આત્મા હવે પિતાના સ્વભાવમાં આવી ગયે, સ્વાભાવિક ધર્મવાળે બજે; કર્મોદયથી નીપજતા સર્વે વિભાવ-ધર્મો નાશ પામી ગયા. માટે જ સેય અને દશ્ય અર્થાત્ વિશેષરૂપે અને સામાન્યરૂપે પ્રત્યક્ષ દશ્ય અનંત પદાર્થોના જ્ઞાતા અને સાક્ષાત્ દ્રષ્ટા એ બન્યા. હવે જીવ શરદપુનમના નિર્મળ ચંદ્રની જેમ ક્ષાયિક ભાવથી વિશુદ્ધ સ્વભાવે રહ્યો છે કહ્યું છે કે જ્ઞાન એ ચદ્રના પ્રકાશ ( ત્સના) જેવું છે, અને એને રોકનાર કર્મનાં આવરણ એ વાદળ જેવા કહેવાય છે. સિદ્ધ આત્માની કેવી સુંદર અને કેવી અનુપમ કલ્યાણ અવસ્થા કે વાદળ રહિત શુદ્ધ ચંદ્રની જેમ અનંત સ્વચ્છ જ્ઞાનાદિમયતા ! ત્યારે સંસારમાં જીવને કશું નિત્યસિદ્ધ નહિ; એટલે. (૧) અનત મજુરી કરવા છતાં ય એને ફરી ફરી સાધવા-કરવાનું બાકી ! (૨) પરમાત્મદશાને બદલે દરિદ્ર ચીથરેહાલ જેવી અજ્ઞાન, દુઃખી, દુર્બલ અને નિરાધાર અવસ્થા ! (૩) અપમંગલ અને ઉપદ્રવ ડગલે ને પગલે ! (૪) જન્મ-મરણને પાર નહિ! = (૫) અઢળક અશુભના ધાડાં! પાછા ભાવી માટે અશુભને અખૂટ વારસે ! (૬) સ્વ સ્વરૂપરમણને બદલે જડ પુદ્ગલના રૂપ અને રમતની ગુલામી ! (૭) ભ્રમણપરાવર્તન એવાં કે એક ભવથી બીજા ભવમાં, એક રાગાદિ ભાવથી બીજા છેષાદિ ભાવમાં, એક જડથી બીજા જડ તરફ, એક ચિંતાથી બીજી ચિંતામાં -ઈત્યાદિમાં ફૂટબોલની જેમ
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy