SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૫ પ્રવજ્યા-પરિપાલન ] શંકા નથી. (એટલા જ માટે) આ ગુરુ-બહુમાન ? અહી (શુભનું કારણ હોવાથી) શુભના ઉદયરૂપ છે, તેવી આરાધનાની વૃદ્ધિથી) પ્રધાન શુભોદયના અનુબન્ધરૂપ છે, ભવરોગની ચિકિત્સા કરનારું છે. ગુરુ-બહુમાનથી વધીને બીજું કાંઈ સુંદર નથી. (ભગવદ્-બહમાનરૂપ હેવાથી) આમાં ઉપમા નથી. વિવેચન : ગુરુબહુમાનઃ અસંગપ્રતિપત્તિ - આ બધું આરોગ્ય પમાડનાર અને આટલી ઉચ્ચ સ્થિતિ પર મૂકનાર ભાવ વૈદ્ય સગુરુને કેટલે અને કે અનુપમ ઉપકાર ! તેવા ગુરુ પ્રત્યે એને અનહદ માન વધી જાય એમાં શી નવાઈ? તેથી હવે તે ગુરુને બહ માને છે અને બરાબર ઉચિત રીતે અસંગ પ્રતિપત્તિથી સેવે છે. અસંગપ્રતિપત્તિ” એટલે (૧) ભક્તિ-બહુમાન કરતાં કિઈ પણ બદલાની આશંસા રખાય નહિ, તેમ (૨) ગુરુના સ્નેહરાગમાં પણ પ્રેરાવાનું નહિ, એ રીતે સહજભાવે–સ્વભાવે કરીને એમની સ્વીકૃતિ ભક્તિ–સન્માન-સરભરા કરે. એમના ગુરુ પણના (આમને હૃદયનાથ ગુરુ માનવા જ જોઈએ.”—એ)ભાવને સ્વીકારી પ્રવર્તે. અસાગ પ્રતિપત્તિ કહેવાનું કારણ એ છે, કે સહજ સ્વભાવે પ્રવર્તતી હેઈને ભગવતે એને મેટી ( ચી) પ્રતિપત્તિ કહી છે. એમાં કઈ પદગલિક ચીજવસ્તુ કે કીર્તિ–વાહવાહની અપેક્ષા યા ગુરુ પર વ્યક્તિરાગ વગેરે મેહનીય કર્મને ઉદય નથી; તથી ગુરુ–બહુમાન કરવામાં ઔદયિક ભાવ એટલે કે આવરણભૂત રાગમોહનીય આદિ કર્મને ઉદય કારણ નહિ હોવાથી, હૃદયના ભાવ સારા શુદ્ધ કેટિના રહે છે. કર્મના ઉદયના જોરમાં તા મલિન રાગાદિભાવ સાથે ગુરુ-બહુમાન કરે છે; તેથી એ
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy