SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવજ્યા-પરિપાલન] ૪૦૩ ગયો. મરીને દેવ થયે ત્યા પૂર્વનું બધું જાણું અહી આવી યુક્તિ કરી બાપને ઠપકે આ ) આમ પરીસહ આવે છતાં તરવસંવેદનથી તે સહીને દેઢ ચિત્તથી ક્ષાપશસિક ભાવને (શુભ સંયમના અધ્યવસાયને) વધારે છે. આત્મતત્ત્વમાં મનને શુદ્ધ ઉપગ રાખી પિતાની ઈતિકર્તવ્યતા(મક્ષ પર્વતની નિયત સાધના)માં સદા જાગ્રતુ રહી, હવે એ રતિ–અરતિ, કામ–કષાય, રાગદ્વેષ, હર્ષ-શોક, વગેરે ભાવ દ્રો (યુગલે) નહિ હોવાથી નિસ્તરંગ, પ્રશાંત મહાસાગર જે તે નિર્વિકલ્પ મસ્ત રહે છે. પ્રશાન્ત એ તે આત્માના પ્રશસ્ત તેજ (શુદ્ધ ઓજસ)રૂપી બારમાસના ચારિત્રપર્યાયમાં તે અનુત્તરવાસી દેવની ચિત્તના પ્રશમસુખરૂપી તેજેલેશ્યાને લંઘી જાય છે, અર્થાત્ અદ્ભુત પ્રશમસુખ અનુભવે છે. પ્રશમસુખ કેવું? જગત જ્યારે હસીને અલ્પ કાળ મામુલી ખુશ થાય છે, ત્યારે આ ગંભીર રહી તેથી ય કાંઈ ગુણે નિત્ય પ્રસન્ન રહે છે, જગતને ક્રોધમાં, ગુમાનમાં, માયા-લોભમાં ક્ષણિક અલ્પ રાજી, ત્યારે આને ક્ષમાદિમાં વિપુલ ને કાયમી તેષ ! લેક રસ–દ્વિ–શાતાને મેળવીને, ભેગવીને, સાચવીને તુચ્છ ક્ષણજીવી સુખ અનુભવનાર; ત્યારે આ અલિપ્ત રહીને, ત્યાગી તપસ્વી બનીને અક્ષય અખૂટ સુખ અનુભવે ! આ પ્રશમ સુખ વિશાલતા અને દીર્ઘ કાળસ્થિતિનું કારણ એ કે એને કેઈ બાહ્યસંચોગ કે પરિસ્થિતિની અપેક્ષા નહિ, તેમજ કઈ આતુરતા નહિ. એ સુખ તે આત્માના શુદ્ધ બનેલા સ્વરૂપમાંથી પ્રગટે છે આત્મસમુદ્રમાં વિકની ભરતી ઓટ જ દુખ ઉપજાવે છે. અહીં શુદ્ધ ચારિત્રજીવનમાં વિકલ્પ ઊઠતા જ નથી, તેથી એમાં શાંતપણે નીતરતું સુખ અનુભવાય છે.
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy