SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૪ [ પંચસૂત્ર–ક લેભ નથી એ મહાન સુખ છે. ઈછાએ છે, માટે તે રેઈએ છીએ, અરે ! જીવતા મરી રહ્યા છીએ. તૃષ્ણા અને અહંવ એ ભયંકર અપૂર્વ ક્ષયરોગ છે. આત્માના પ્રશમ-સુખનાં ફેફસાને એ કેરી ખાય છે, અને જીવને ભાવમૃત્યુવશ કરે છે. કષાયોના આગ્રહ છેડડ્યા એટલે પ્રશમસુખ સમીપ બન્યા. પ્રશમ એટલે જેમાં ક્રોધની આગ નહિ, માનને ઉધમાત નહિ, માયાના ગુંચળા નહિ, ને લેભની વ્યાકુળતા નહિ. આ દશા સ્થિર થઈ જાય પછી તે જગતની એવી કઈ ચીજ નથી કે જગતને એ કઈ પ્રસંગ નથી, કે જે તેની સાગરગંભીર પ્રશાંત હદયની સપાટીને પણ હલાવી જાય; પછી અંદરનું તો હાલવાની વાત જ શી ? નમિરાજાને દાહવર વખતે રાણીઓએ ચંદન લટતાં, કંકણેને અવાજ બાધક લાગવાથી એકેક કંકણું રાખી બાકીના ઉતારી નાખ્યા. રાજા પૂછે, “હવે કેમ અવાજ નથી ?” તે કહ્યું, અનેક કંકણના ઘર્ષણથી અવાજ હતો, હવે એકેક હાઈ અવાજ નથી.” રાજા એના પર આધ્યાત્મિક વિચારમાં બહુ કાયા, કર્મ, રાજ્ય, અંતઃપુરાદિ અનેકમાં ભળે હાઈ ઘર્ષણમાં છું, એકલે હેલું તે કોઈ ઘર્ષણ નહિ, કઈ દુઃખ નહિ. આ ભાવના બાદ જવર શો: તરત એ સુનિ થઈ નીકળી પડ્યા. ઈદ્ર વિપ્ર રૂપે પારખું કરવા આવે છે. મિથિલા–બળતી દેખાડી કહે છે, “મહારાજ આ ઓલવીને જાઓ.” ત્યાં સર્વત્યાગથી પ્રશમ સુખમાં ઝીલતા રાજર્ષિ કહે છે, “મિહિલા એડજઝમાણીએ, ન મે ડઝઈ કિંચણ મિથિલા બળતી હોય તેમાં મારું કશું બળતું નથી” મિથિલાને રાગ-મમત્વ, વગેરે કષાયે પડે છે.
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy