SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૩ પ્રજા પર ઉપકાર છેક્રિયા-વિક એ ત્રિજ્યા ગ્રહણ વિધિ ] વિશેષરૂપે જ હોય. તેથી અરિહંતપ્રભુની પૂજા-મહાપૂજા કરવાનું કહ્યું. (૩-૪) એમ ગુરુને જીવન સેપવું છે, ને એમની પાસેથી ચારિત્ર લેવું છે, તે પહેલાં ગુરુ-મુનિઓની ભક્તિ કરવી એ એક અવશ્ય કર્તવ્ય છે ચક્રવતી પાસેથી કંઈ કામ કરાવવું હેય તે પહેલાં એની ભક્તિ કરાય છે. (૪) ચારિત્ર એટલે તે જી પ્રત્યે ભરપૂર કરુણાભર્યો માર્ગ. એમાં પ્રવેશ કરતાં સહેજે દીન દુખી જીવો પર દાન આપી કરુણા કરે. વળી એ જીની દુઆ મળવાથી વાતાવરણ પણ શુભેચ્છાભર્યું સજય, જે ચારિત્રસ્વીકારના પ્રસંગને ઉલ્લાસમય બનાવે છે. (૫) દીક્ષા ગ્રહણ કરવી છે તો એની ક્રિયા-વિધિ ચાલે એટલા સમય સુધીમાં લઘુશંકાની બાધા વગેરે ન થાય, એ માટે પહેલેથી બાધા ટાળી લેવી જોઈએ એ યુક્તિયુક્ત છે. ત્યારે મુંડન યાને કેશોચ્છેદ એ રાગદ્વેષાદિ ફલેશે છેદનું સ્મારક છે, એના પર સ્નાન એ મંગળ છે, ભાવ સ્નાનનું સૂચક છે. દીક્ષાર્થીને ત્યાં ખ્યાલ આવે કે “આ હવે હું રાગદ્વેષાદિના ઉચ્છેદ સાથે ભાવ-અશુચિનિવારણના માર્ગે જઈ રહ્યો છું.” વેશપરિવર્તન એ હૃદયપરિવર્તનનું પ્રતીક છે, અને ભવિષ્યકાળ માટે પણ સંસારનું વિસ્મરણ અખંડ રાખનાર છે આરંભસમારંભ અને પરિગ્રહાદિના દિલને સૂચક ગૃહસ્થવેશ મૂકી સાધુવેશ ધરવાથી સર્વવિરતિના ભાર દિલ પર આવે છે. એ ઘણી ઘણી રીતે પછી મુનિ પણાનું રક્ષણ કરે છે. પ્રસન્નચંદ્ર રાજષિને ફલેશમાં ચઢયા ત્યારે અંતે મુનિશે એમને પાછા વાળ્યા. આમે ય ચારિત્ર જીવનમાં પિતાને મુનિશ જ નજર સામે હોઈ ગૃહસ્થજીવનની ઘણું ય કલ્પનાઓથી બચવાનું થાય
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy