SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ સારૂ વાઘવરૂ બનવું? અનાર્યપણાના કાળમાં પાપ નિદાન (પૌગલિક આશંસા) નાં શલ્ય બહુ રાખ્યા, પરંતુ હવે અનાર્ય બનવાની શી જરૂર ? જિન નહોતા મળ્યા ત્યારે કુત્સિત કુમતનાં શલ્ય બહુ સેવ્યાં, પણ હવે એ હોય ? આ તો તે કાળ છે,કે (૧૫) જેમાં રસ, ઋદ્ધિ અને શાતાની લયલીનતા અને એના ગૌરવના પર્વત પર ચડવાનું હવે સહેલાઈથી મૂકી દેવાય. એ ત્રણની આસક્તિ શિલાજતુ જેવી છે. પર્વત પર શિલા જતુને તર વાંદરે પાણી માનીને પીવા જાય છે, પરંતુ ત્યાં મેં જ ચોંટી જાય છે! તેને કાઢવા હાથ ઘાલે છે, તે હાથ ટે છે! એમ કરતાં આખો ને આખે ચૂંટી જાય છે. પછી તેના ઊખેડવાના ગમે તેટલા ધમપછાડા કે ગમે તેટલા પ્રયત્નો નકામ જાય છે, અને અંતે વધુ તરસ્ય, ભૂખે, અને બંધાએલોઅકડાયેલે મરણ પામે છે. એમ રસ, ઋદ્ધિ અને શાતામાં ચિટકેલા પામર જીવો વધુ તૃણા, વધુ દુષ્કૃત અને વધુ બધનેથી પકડાઈ અનેક જન્મમરણના કાતિલ દુઃખ પામે છે એવું ચિટકવાનું દેવાદિ ભવમાં સુલભ હતું, કેમકે ત્યાં બચવાના સાધન તેવાં નહિ. જ્યારે, બચાવની વિપુલ સાધન-સામગ્રીથી સંપન્ન આ માનવકાળ છે, એને ઉચિત શું ? રસ–દ્વિ–શાતાના શિલાજમાં ન લેવાવું તે જ ને ? વળી, આ તે કાળ છે કે જ્યાં જીવને આકર્ષતા રસઋદ્ધિ-શાતા એ કૂચા મળ્યા છે. કેમકે એ દેવતાઈથી અતિ હકા ચક્રવર્તિના રસ-ઋદ્ધિ–શાતા આગળે ય હિસાબમાં નથી. ત્યારે એવા દેવલોકના અચિંત્ય રસ–ઋદ્ધિ-શાતા આગલી પ્રતિ કઈ ગણતરીમાં તાત્પર્ય, દેનારંગરાગની સાધન-સમૃદ્ધિ આગળ માનવના રંગરાગની
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy