SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૯ રકુવાસનાનાં દઢીકરણથી બચી જવાય, સુસંસ્કારોને સંચય થાય, અને સાધુધર્મની પરિભાવના થાય, અર્થાત્ એની નજીક જવાય. આજ્ઞાનું ગ્રહણ અને ભાવન નહિ હોય તો તેથી આશ્રવ શું કે સંવર શું, એનો વિવેક નહિ રહેવાથી જ્યા સંવર યાને પાપથી રક્ષણ સુલભ છે છતાં એજ સ્થાને આશ્રવ અર્થાત્ પાપે પાર્જન કિરશે. જેમકે, (૧) ચૂલેથી ચહાની તપેલી ઉતારી, “હા ઠંડી ન પડી જાય માટે ઢાંકી, એ રસના-ઈનિદ્રયની આસક્તિરૂપ આશ્રવ સેવ્યો. એના બદલે એમાં જીવજંતુ ન પડે એ ઉદેશથીઢાંકી, તો એ હિંસાના રોકાણ રૂપી સંવર થયો. મોહના બદલે જ્ઞાનની દષ્ટિએ જોવાથી અહીં આશ્રવથી બચી સંવરને મહાન લાભ મળે. એમ (૨) જે હીરાને અજ્ઞાન મેહમૂઢ જગત બહુ કિમતી બહુ તેજસ્વી અને સુખકારી સમજતું હોય છે, એ જ હીરાને આ ભાવિત આજ્ઞાવાળો રાગ કરાવનાર, આત્મગુણ ભૂલાવનાર અને દુર્ગતિદુઃખદાતાર મહા આશ્રવનાં સાધન તરીકે જ્ઞાનદષ્ટિથી સમજે છે, દેખે છે આ જાગૃતિ એ સંવર થયા એમ (૩) જગતની દૃષ્ટિમા સારા મઝેના લાગતા પણ મેવામિઠાઈઓને કોળિયે કળિયે ગૂડાના ખંજર—ઘાની જેમ સ્વાત્માને ઘાયલ કરતા લાગે; કેમકે મેવા-મિઠાઈને સામાન્ય ભોજન કરતાં અધિક રાગ કરાવનારા, વધુ કર્મ બંધાવનારા, અને પરમાત્માથી વધુ દૂર રાખનારા તરીકે દેખે છે. આજ્ઞાનું આવું પરિચિંતન બની ગયા પછી તે એને હવે આજ્ઞાની જ પરતંત્રતા બહુ ગમે. એથી આગમમાં ફરમાવેલા ધાર્મિક અનુષ્ઠાન અને ઔચિત્યના પવિત્ર કર્તવ્યો તરફ એ ખૂબ ખૂબ ખેંચાય. હદયની ચ પરાધીનતાને સાંસારિક પ્રવૃત્તિઓ પ્રત્યેથી ખસેડી આ પવિત્ર આચાશ અને ઉત્તમ પ્રવૃત્તિઓ તરફ કેળવતો જાય. હદયને સતત ઝોક જિનાજ્ઞા તરફ રહ્યા કરે.
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy