SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ છે. જે કાળ, સ્વભાવ, પૂર્વકર્મ કે ભવિતવ્યતાથી જ આત્માને ઉદ્ધાર થઈ જતો હોય, તો શાસન સ્થાપવાની જરૂર શી? પરંતુ જ મેક્ષમાર્ગની આરાધનામાં પુરુષાર્થ ફેરવે એટલા માટે એ આરાધનાનું શાસન સ્થાપ્યુ. એમાં પંચાચારમાં વળી વીર્યાચાર નામનો જુદો આચાર બતાવ્યો, એય ચારે આચારના પુરુષાર્થમાં વિશેષ સત્ત્વ ફેરવવા માટે, જેથી નિર્દોષ અને સબળ આરાધના થાય. અહીં ખાસ ધ્યાન રાખવાનું છે કે આ પ્રાર્થના સવિષયા છે, “સદવિષયા છે. સવિષયા એટલે કે આલંબનભૂત પ્રાચ્ચે વ્યક્તિવાળી. એમાં ય આલંબન સત્, અર્થાત્ પ્રાર્થન કેઈ કાલ્પનિક કે અકિંચિત્કર વ્યક્તિ આગળ નથી કરવામાં આવતી કિંતુ વાસ્તવિક અને સમર્થ પ્રભાવશાળી વિશિષ્ટ કાર્યકર વ્યક્તિ આગળ કરવામાં આવે છે, તેથી પ્રાર્થના નિષ્ફળ જવાનો સંભવ નથી. કેમકે પ્રાચ્ય પુરુષની લેકોત્તર ઉત્તમતા એ એમની આગળ પ્રાર્થના કરનારા હૃદયને એવું ભીનું, કુણું, નમ્ર અને ઉદાર બનાવી દે છે, કે તેથી એ હૃદયમાં પ્રાચ્ચેના અનેક ગુણેના આવજન (આકર્ષણ) થાય છે. પ્રાચ્ય પુરુષના આલંબને જ આ બને છે, એ એમનો વિશિષ્ટ પ્રભાવ છે. તેથી એમની આગળ શદ્ધ ભાવે કરાતી પ્રાર્થનાના પણ મૂલ્ય ઓછાં નથી. પ્રાર્થના તા પારસ છે, એ જીવને ગુણસુવર્ણનાં જવલંત તેજ અપે છે, લેતા જેવા ગુણહીન આત્માને તેના જેવા ગુણ-સંપાન બનાવે છે. અનુમોદના માટેની પ્રાર્થના પણ એવી અનુમોદનાની સુંદર બક્ષીસ કરે છે કે જેના ચાગે ક્રમશઃ નિરતિચાર વિશુદ્ધ ચારિત્ર સુધી પહોંચી, જીવ અજર અમર થાય છે. વાહ ! અહિં માનવ ભવમાં કેવી મહામૂલ્યવંતી પ્રાર્થનાના સુલભતા ! વસ્તુની પ્રાર્થના વસ્તુનું ઉત્કટ આકર્ષણ અને અભિ
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy