SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ અને પાપના નિકાલ માટે એની મૂળભૂત દુષ્ટ વૃત્તિને ઉખેડી નાખવાની છે. એને નિકાલ કરવાથી ઉપર દુષ્કૃત્યોને ઊગવાનું બંધ થાય છે. દા. ત. ક્રોધકષાયને દુષ્ટભાવ એ અપશબ્દ, કઠેર ભાષા, પ્રહાર વગેરે પાપ કરાવે છે, તે મૂળમાં જે એ ફ્રોધકષાયને જ શાન્ત કરી દેવાય તે અપશબ્દ કઠેર ભાષા વગેરે બેલવા કરવાનું અટકી જાય, એ સહજ છે એમ દુષ્ટ વૃત્તિઓ અને બધા કષાયોને ઉપશમ કરવાથી જ પાપના સીમાડા ઓળંગી જવાય. બાકી મૂળ કાયમ રાખ્યું અને ઉપરથી ડાળપાંખળા કાપી નાખ્યા, તેથી શું વળે ? જેમ રોગની ચિકિત્સામાં એને મૂળભૂત દોષ હટાવાય છે, એમ પાપ–દુષ્કાના નિવારણમાં મૂળ કારણભૂત કુવૃત્તિ શોધી કાઢી એને હટાવવાનો પ્રયત્ન થ જોઈએ, તો જ સંગીન ઉન્નતિ થતી આવે આત્મામાંથી દુષ્ટ ભાવે હટવા પર ઊંચા ગુણસ્થાનકે ચડાય છે. અહીં દેષને તિરસ્કાર અને સ્વાત્માની દુર્ગછા કરવા અંગે, “અઈસુના સુનિનો સુંદર પ્રસંગ છે કે એમણે બાલચેષ્ટામાં તળાવડામાં પાતરું તરાવ્યું, પરંતુ સ્થવિર મુનિઓએ એમને સાવધાન કર્યા કે તરત એમને થયું કે “અરે ! વહાલા પ્રભુએ તો મને પાપથી ઉગારી ચારિત્ર આપવાને મહાન ઉપકાર કર્યો, અને મેં દુષ્ટ પાછું પાપ હ્યું? કે અધમ હું કેવું આ અસંખ્ય જીની વિરાધનાનું દુષ્ટ પાપ!” ત્યારે આ અઈમુત્તાને હજી કેટલા ભવ?” એમ અવગણતા મુનિઓને પ્રભુએ સાવધાન કર્યા કે “આ તે ચરમ-શરીરી છે. અહીંથી મેક્ષે જશે. એમની કિંમત ઓછી ન ગણે.” ત્યાં હવે મુનિઓ સ્વદેષની ગહગંછા કરે છે. કેવું ધન્ય શાસન ! સ્વચ્છેદ વૃત્તિનો ત્યાગ અને નમ્રતા - કુમારપાળના જીવે પૂર્વભવે કરી. રાજકુમાર છતાં દુષ્ટ વ્યસનોથી એ દેશનિકાલ
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy