SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૫ વળી લૂંટારાના ત્રાસથી બચાવી શકે એવા રક્ષકેના શરણે જનાર રક્ષણનાં બહુમૂલ્ય આંકે છે; એવી રીતે જેના વડે એમ મનાય કે-“ધર્મ એ સર્વ કલ્યાણનું કારણ છે માટે ધર્મને શરણે જાઉં છું, એને મન ધર્મનાં મૂલ્ય અગણિત હોય. એ સમજે છે કે-ખાવું-પીવું એ ધર્મ નથી, પણ ત્યાગ--તપ એ ધર્મ છે, તેથી કલ્યાણ ત્યાગ-તપમાં છે, ખાવા પીવામાં નહિ. પુણ્યના પડે ત્યાગ તપ જમે થાય છે, ખાવાપીવાનું નહિ. અનાદિથી ખાવાપીવાની લત રસના ત્યાગ અને તપથી જમટે, પણ ખાવાપીવાથી નહિ. અનેક પ્રકારના રાગદ્વેષના સંકેલશ, વિહ્વળતા, કુવિચાર, અતૃપ્તિ અધીરાઈ વગેરે એ બધા ખાનપાનની પાછળ છે. ત્યાગતપમાં તો એ બધાની શાન્તિ! માનવ જીવનની મહત્તા ત્યાગતપમાં રહેલી છે, ખાવાપીવામાં નહિ. પરક ઊજળો ત્યાગતપથી બનશે; અનેક પાપ ત્યાગતપથી અટકશે; સવિચારણાઓ ત્યાગ-તપથી ખીલશે; નિર્વિકારતા ત્યાગતપથી આવશે; રગડાઝઘડા ત્યાગતપથી અટકાવાશે. આ અને ભાવના અનેક સુખો ત્યાગતપરૂપી ધર્મથી જ થશે પણ રંગરાગ અને ભેગથી નહિ. ધર્મનું શરણું લેતાં જરૂર સચટપણે હૃદયમાં ભાસવું જોઈએ. કે આના સિવાય બીજી કઈ વસ્તુથી મારું કઈ કલ્યાણ નથી, કશું ભલું નથી.” કુમારપાળ ? જન ધર્મની મહત્તા સકલકલ્યાણહેતતાથી – વીતરાગ સર્વજ્ઞ શ્રી તીર્થકર ભગવાને જે ધર્મશાસન સ્થાપ્યું છે, એ સકલકલ્યાણને અર્થાત્ ઠેઠ વીતરાગ સર્વજ્ઞતા સુધીના સમસ્ત શુભ ભાવને પ્રગટ કરનારું છે. એવા ધર્મશાસનની રૂએ જ કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજે રાજા કુમારપાળની શ્રદ્ધા મજબૂત કરી હતી. બન્યું એવું કે એક દેવબોધિનામના રોગીએ રાજાને
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy