SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ ભાવને તટસ્થપણે (રાગદ્વેષ વિના) જેવા જાણવાની આ કેવી મઝાની રમણતા! મને પણ ક્યારે શુદ્ધ જ્ઞાનદશા મળે!” વળી ‘સિદ્ધિપુર–નિવારસી મિથ્યા મતોએ માન્યાની જેમ આત્મા જગવ્યાપી નહિ, પણ લોકાંતે સિદ્ધ શિલા ઉપર નિવૃત્તિ નગરીના નિવાસી બનેલ છે. ત્યાં “નિવમ–સુસંગતા” અનુપમ સ્વાધીન સુખથી પરિવરેલા છે. કોઈ વિષય, કઈ કાળ, કોઈ સંગ કે કોઈ પરિસ્થિતિની આ અનંત સુખને અપેક્ષા નથી. એવા અસાંયોગિક, નિત્ય, સહજ, આનંદના ભોક્તા શ્રી સિધ્ધ વિભુ છે. “અહો ! અમારા સાપેક્ષ સુખની, યાને વિષયસાપેક્ષ, સમયસાપેક્ષ, સંયોગસાપેક્ષ અને પરિસ્થિતિ સાપેક્ષ સુખની, તુછતા, ક્ષણિકતા, દુઃખપરિણામિતાદિ કયાં અને કયાં એ નિરપેક્ષ અનંત આનંદની વાત? એ અનંત આનંદ પામવા અમારે અનંત આનંદમય શ્રી સિદ્ધ પ્રભુનું શરણ છે.”૦ કરકંડુ રાજાએ પુષ્ટ બળદને પછી જીર્ણ થયેલ જોઈ એને એ વિચાર આવ્યો કે “અરે! ત્યારે જે અમારી ય આ સ્થિતિ થવાની છે, તે પછી ક્યાં સંસારનાં સુખ કાયમ રહેવાના ? યુવાની, સંપત્તિ અને આરોગ્યને સાપેક્ષ આ સુખમાં શું પડયા રહેવું? કેમકે એ યુવાની વગેરે વિનશ્વર હોઈ તત્સાપિશ સુખ પણ વિનશ્વર 1 સાચાં સુખ તો સિધ્ધ અવસ્થાનાં. એના માટે જ ઉદ્યમ ન કરું?’ એમ કરી સિદધ શરણરૂપે ચારિત્ર લીધુ. પ્રવૃત્તિ માત્રનું પ્રયોજન ઈષ્ટની સિદ્ધિ છે, અને જીવને ઈષ્ટ એકાંત સુખ છે. શ્રી સિદ્ધ પરમાત્માને અનંત સુખ સિદ્ધ છે, એટલે હવે એ “વહા કિચા? સર્વ પ્રકારે કૃતકૃત્ય છે, સિધપ્રયા-જનવાળા બન્યા છે. હવે એમને કઈ પ્રજન બાકી નથી. તેથી કઈ પ્રવૃત્તિ સાધવાની નથી.
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy