SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૧ सूत्र-तहा पहीणजरामरणा, अपेअकस्मकलंफा, पचवावाहा, केवलनाणसणा, सिद्धिपुरनिवासी, निरुवमसुहसंगया, सन्यहा कयकिच्चा, सिद्धा सरण । ન કરે તે પણ હું દુઃખી ન થાઉં, ચિંતા ન કરૂં; કેમકે હું જાણું છું કે એ કઈ પણ સાચા શરણ જ નથી. મેં તો એક માત્ર દેવાધિદેવને સાચા અનન્ય શરણ તરીકે ધાર્યા છે, અને ત્યાં સુધી મને કેઈ ભય કે આપત્તિ નથી. પૂર્વના તીવ્ર કર્મના ઉદયે કદાચ પ્રતિકુળતા આવશે તો પણ, નાથના શરણના પ્રતાપે, તે અંત પામવા માટે જ બનશે; અર્થાત્ એમાંથી હવે નવા કર્મને ફણગો નહિ ફૂટે, કર્મની ધારા અટકી જશે, અને દુ:ખને સદાને માટે અભાવ થશે.” ૭ શ્રીપાલ કુમારને કેટલીય આપત્તિ આવતી ગઈ! ધવલશેઠના પંપચે દરિયામાં પટાકાવાનું ય આવ્યું ! તો પણ એને મન તે એક અરિહંતાદિ નવપદનું જ શરણ! જેના પ્રભાવે મગરમચ્છ તરાપાની માફક પીઠ પર લઈ એવા થાણા બંદરે ઉતાર્યા છે જ્યાં રાજકન્યાના પતિ તરીકે શ્રીપાલને લેવા માટે રાજાના માણસો આવી લાગ્યા ! શ્રીપાલ આ શરણના પ્રતાપે નવ ભવની સમૃદ્ધિ જેવા પર મોક્ષની અનંત સમૃધિને વરવાના છે. અર્થ “તથા જરા-મરણ રહિત, કર્મ–કલંકથી મુક્ત, પીડા નષ્ટ થઈ ગઈ છે જેમને એવા, કેવળજ્ઞાન-દર્શનવાળા, સિધિનગરીના વાસી, અનુપમ સુખસંપન્ન, સર્વથાકૃતકૃત્ય સિધ્ધ ભગવાન મારે શરણ છે. (૨) સિદ્ધશરણ –હવે શ્રી અર્હત પ્રભુની જેમ શ્રી સિદ્ધ ભગવાનનું શરણ સ્વીકારું છું. તે સિધ્ધ ભગવાન કેવા છે?
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy