SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ 8 તીવ્ર કેટિને રાગ એટલે કે અનંતાનુબંધી રાગ ન જાય ત્યાં સુધી મિથ્યાત્વ ન જાય. (૨૬) રાગને પક્ષપાત ભારે હોય છે. પક્ષપાતવાળે રાગ એ તીવ્ર રાગ છે. જે કષાય હિતકારી લાગે, કર્તવ્ય લાગે, “કેમ ન કરીએ ? એમાં શું થઈ ગયું ? એમ ભાસે, અંતરના ઉંડાણમાં પણ એ ખૂચે તો નહિ, કિન્તુ રુએ, એ તીવ્ર કષાય અનંતાનુબંધી કષાય છે એ હોય ત્યાં સુધી સંસારનો રસ અને અતત્ત્વનો દુરાગ્રહ હૃદયમાંથી ખસે નહિ. એ તો કહે છે, “પત્ની ઉપર, પુત્ર ઉપર રાગ કરીએ તો શું વાંધો ? ત્યાં રાગ ન કરીએ તો શું ત્યા ઝઘડીયે ?” પણ તેના જવાબમાં એમ પૂછીએ કે દુનિયામાં હિંસા, જૂઠ, ચેરી કેના માટે થાય છે? એ જ પત્ની પુત્ર માટે ને ? એની સાથે લડે નહિ. પણ અંધ રાગ ઓછો કરો તે જીવનમાં દુર્ગણે અને દુષ્કાના ગુના ઓછા થાય. હિંસા, જૂઠ, ચોરી દુનિયા ઉપરથી ઓછા થાય તે સારું? કે વધે તે સારું ? જગત શેનાથી સુખી? (૨૭) હિંસા, જૂઠ, ચેરીમાં સહાયક તરીકે દ્વેષ કરતાં રાગ વધારે. ચોરી કરાવી કોણે? રાગે કે દેશે? દુનિયામાં કોઈને દુઃખી જેવા છતા તેનું દુઃખ ઓછું કરવા શા માટે યત્ન નથી ? ધનના અને કુટુંબના રાગને અંગે જ. (૨૮) પરમાર્થ ચૂકાવે છે કેણુ? રાગ જ ને ? એ જ રાગને લીધે પછી ગરીબ પર દ્વેષ થાય, કહે “તગડે થઈને માગે છે? મજુરી કરવી નથી”...ઇત્યાદિ (૨૯) અનીતિ કરી પચીસપચાસ મળતા હોય તો તેને અંગે મેળવાય? રાગના અંગે કે દેશના અંગે જે દુનિયામાં તોફાન મૂળ રાગના જ છે. રાગ મેળે પડે, તે પાપ ઓછા થઈ જાય. (૩૦) દુનિયા કદાચ શ્રેષમાં ડાહી હશે, પણ રાગમાં તો પાગલ જ છે.
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy