SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ ર૫ અન્ય લઘુ રચનાઓ કૃતિને આરંભ કવિ ત્રિલોકના ગુરુ તથા કલેક પ્રકાશક ભગવાન મહાવીર પ્રભુને નમસ્કાર કરીને કરે છે. કવિ લખે છેઃ नभिऊण तिलोअगुरु', लोमालोअप्पयासयं वीर । संबोहसचरिमह, रएमि उद्धार गाहाहि ॥ १ ॥ આ ગાથામાં કવિએ પિતે જણાવ્યું છે તે પ્રમાણે ગાથાઓનું ઉદ્ધરણ કરીને પોતે આ કૃતિની રચના કરી છે. એને અર્થ એ થાય કે આ કૃતિમાં જે સિત્તેર જેટલી ગાથાઓ સમ્યફોધને માટે આપવામાં આવી છે તે ગાથાઓની રચના કવિએ સ્વયં કરી નથી, પરત આગામો અને પૂર્વાચાર્યોએ રચેલા ગ્રંથમાંથી સુપ્રસિદ્ધ, સુપ્રચલિત અને આત્માવાને માટે ઉપકારક એવી ગાથાઓની પસંદગી કરવામાં આવી છે. આગમ સાહિત્ય અને તત્પશ્ચાતું રચાયેલી અનેક અધ્યાત્મિક કૃતિઓમાં આપવામાં આવેલી ગાથાઓની સંખ્યા તે લાખોની થવા જાય, પરંતુ સમ્મચારિત્રના માર્ગે વળેલા ભવ્યાભાઓની બધાની સ્મરણશક્તિ અને ગ્રહણશક્તિ એકસરખી ન હેય. એટલે ઘડીક પણ અત્યંત મહત્વની ગાથાઓનું નિયમિત પારાયણ જે થાય તે તે પણ સંયમના માર્ગે વળેલા કેટલાય ને માટે પરમ ઉપકારક થાય, એ દષ્ટિબિંદુને લક્ષમાં રાખી શ્રુતસાહિત્યમાં પારંગત એવા કવિ શ્રી જયશેખરસૂરિએ પિતાની વિશિષ્ટ દ્રષ્ટિથી પસંદ કરેલી સિત્તેર જેટલી ગાથાઓ આ કૃતિમાં આપવામાં આવી છે. બેસિરિમાં સમ્યફદર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યફચારિત્રને લક્ષમાં રાખી કવિશ્રીએ જે વિવિધ વિષય ઉપરની ગાથાઓની પસંદગી કરી છે તેમાં તીર્થકર ભગવાનને મહિમા, તેમનામાં અઢાર પ્રકારના દોષથી રહિતપણું, સદગુરુનો મહિમા, દર્શનથી ભ્રષ્ટ એવા આત્માઓ, શિથિલાચારી અને અવધનીય એવા પાશ્વ, અવસગ્ન, કુશીલ, સંસકા અને યથાદી પ્રકારના સાધુઓ, સમભાવ અને સામાવિકને મહિમા, આચાર્યના ૩૬ ગુણ, સાધુના ૨૭ ગુણ, વકના ૨૧ ગુણ, જિનાગમને મહિમા, સંઘનું સ્વરૂપ અને લક્ષણ,
SR No.011597
Book TitleMahakavi Jayshekharsuri Part 02
Original Sutra AuthorN/A
AuthorMokshgunashreeji
PublisherArya Jay Kalyan Kendra
Publication Year1991
Total Pages531
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy