SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ કરશના કિરદક્તિ જમણના દિને ૩૮૮ મહાકવિ શ્રી જ્યશેખરસરિ-ભાગ કરીને કરી છે. ગ્રંથારંભમાં જ એમણે પિતાનું પ્રયોજન જણાવ્યું છે. તે પ્રમાણે પિતે આ વિષયનું નિરૂપણ સંક્ષેપમાં કરે છે અને તે પણ પોતાના શિષ્યને સમજાવવા માટે. જુઓ श्री वर्धमानमानम्य जिनत्रिजगदीश्वर वक्ष्ये संक्षिप्य शिष्याणां कृते सम्यक्त्व कौमुदी ॥ १ ॥ “સમ્યકત્વ કૌમુદીના વિષયનું નિરૂપણ આર્ય સુહસ્તિસૂરિ અને સંપ્રતિ મહારાજાના નિમિત્તે થયું છે. શ્રી આર્ય સુહસ્તિસૂરિ કેઈક સમયે વિહાર કરતાં કરતાં ગૌડદેશના પાટલીપુત્ર નગરમાં પધાર્યા ત્યારે દેશભ્રમણના વિદથી વિચરતા ત્યાં આવેલા સંપ્રતિમહારાજા આર્ય સુહસ્તિસૂરિને વંદન કરીને ધર્મદેશના સાંભળવા બેઠા. ગુરુભગવત ધર્મદેશના આપતાં કહે છે કે મનુષ્યભવ, આર્યક્ષેત્ર, ઉત્તમ ફળ, સંપૂર્ણ ઈન્દ્રિએ આદિ સામગ્રીને લાભ છેવા છતાં જીવને સમ્યકત્વ રત્ન દુર્લભ છે. વળી સમ્યકતવયુક્ત જે પ્રાય વૈમાનિક દેવ થાય છે. આ પ્રમાણે ઘર્મદેશના સાંભળી રાજા સપ્રતિ આર્ય સુહસ્તિસૂરિને પ્રશ્ન કરે છે કે “સમ્યકત્વ ચોગ્ય કયે છવ. હોય ? વળી પૂર્વે કયા ભાગ્યશાળી આત્માએ સમ્યફવનું પાલન. કર્યું હતું અને તેનું શું ફળ પ્રાપ્ત થયું હતું ? આ વાત સદષ્ટાન કહેવા દ્વારા મારા પર કૃપા કરો.” ત્યારપછી આર્ય સુહસ્તિસૂરિએ સમ્યકત્વને પ્રકાશિત કરનાર અહનદાસ શ્રેષ્ઠીની કથા કહી. રાજગૃહી નગરીના શ્રેણિક મહારાજાના રાજ્યમાં અત્યંત ધર્માનુરાગી અહંનદાસ નામના શ્રેષ્ઠી વસતા હતા. તેઓને આઠ પત્નીઓ હતી. તેમની સાથે વિષયસુખને અનુભવતા નિરતિચાર શ્રાવકપણાને પાલન કરતા તેઓ સુખે દિવસ પસાર કરતા હતા. એવામાં કે સમયે મહાવીર પરમાત્મા વૈભારગિરિ પર સમવસર્યા અને સમ્યફાવનું મહત્તવ સમજાવતી ધર્મદેશના આપી. અહદાસ શ્રેષ્ઠી
SR No.011597
Book TitleMahakavi Jayshekharsuri Part 02
Original Sutra AuthorN/A
AuthorMokshgunashreeji
PublisherArya Jay Kalyan Kendra
Publication Year1991
Total Pages531
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy