SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૫ અન્ય લઘુ રચનાઓ (૨) ચકાવ કૌમુદી કવિ જયશેખરસૂરિએ સંસ્કૃત ભાષામાં જે કેટલીક રચનાઓ કરી છે તેમાં અદ્યાપિ અપ્રકાશિત રહેલી એક રચના તે “સમ્યકત્વ કૌમુદી છે. આ કૃતિની રચના એમણે વિ. સં. ૧૪૫૭માં કરી છે, જેમાં એમણે પોતાના નામને નિર્દેશ પણ કર્યા છે. જુઓ हयेषुलोक १४५७ सख्येदे, सूरी: श्री जयशेखरः । संक्षिप्यसं ददर्भमा कथां सम्यक्त्व कौमुदी ॥२॥ સમ્યકત્વ કોમુદીના નામથી સંસ્કૃત ભાષામાં જુદા જુદા કેટલાક કવિઓએ રચનાઓ કરી છે, જેની માહિતી નીચે પ્રમાણે છે. (૧) રૌત્ર ગચ્છના ગુણાકરસૂરિએ વિ. સં. ૧૫૦૪માં “સમ્યકત્વ કોટી કથા” નામની કતિની રચના કરી છે. આ કતિની રચના ૧૪૮૮ જેટલા શ્લોકમાં થયેલી છે.' (૨) આગમ ગચ્છના સિંહદત્તસૂરિના શિષ્ય સોમદેવસૂરિએ “સભ્ય કાવ કૌમુદી' નામની રચના વિ. સં. ૧૫૭૩માં કરી છે. આ કૃતિની રચના ૩૩૫ર લેકમાં થઈ છે. (3) જયચંદ્રસૂરિના શિષ્ય જિનહર્ષગણિએ વિ. સં. ૧૪૮૭માં સમ્યકત્વ કૌમુદીની રચના કરી છે. આ રચના ૨૮૫૮ શ્લેક માં કરવામાં આવી છે. * જુઓઃ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ', ખડ ૨, પૃ. ૧૫૬. ૧ જુઓઃ જૈન સાહિત્યને સ ક્ષિપ્ત ઇતિહાસ', પૃ. ૫૧૪ અને “જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ', ખંડ ૨, પૃ ૧૫૭ ૨. જુઓઃ જૈન સાહિત્યને સ ક્ષિપ્ત ઈતિહાસ', પૃ. ૫૧૮ તથા જૈન સંત સાહિત્યનો ઈતિહાસ', ખ૭ ૨, પૃ. ૧૫૭ ૩ જુઓ : “જૈન સરકૃત સાહિત્યનો ઈતિહાસ, ખ૩ ૨, . ૧૫૬. આ ગ્રંથ જૈન આત્માન દ સભા તરફથી વિ. સં. ૧૯૭૦મા છપાયે છે. અને એનું ભાષાંતર એ જ સંસ્થા તરફથી વિ. સં. ૧૯૭૩મા છપાયું છે. મ - ૨૫
SR No.011597
Book TitleMahakavi Jayshekharsuri Part 02
Original Sutra AuthorN/A
AuthorMokshgunashreeji
PublisherArya Jay Kalyan Kendra
Publication Year1991
Total Pages531
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy