SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૪ મહાકવિ શ્રી જયશેખરસુરિ-ભાગ ૨ સક્ત થતા નથી. કવિ લખે છે: “વસંતઋતુ પૃથ્વીતલ ઉપર આવી પહોંચી. વૃક્ષે ફૂલ અને ફળથી ફલિત થઈ ગયાં. કેફિલ પંખીને કેલિરસ વખાણવાલાયક થાય છે. માનવતી સ્ત્રીઓ મનમાંથી માનરૂપ વિષને ત્યાગ કરે છે. કલ્પવૃક્ષની છાયામાં લોકે રમે છે. ભમરાઓ ગુંજારવ વડે મનને મોહે છે, નારંગી અને કરણી કેલિમાં મસ્ત છે, અને વનમાં વેઉલ, બકુલની કળીઓ ખીલે છે. ગિરનાર પર્વતની તળેટીમાં નરનારીઓ ભેગાં મળે છે. ઝરણએના જળમાં સર્વ રમે છે. કૃષ્ણની રમણીઓ કમિણી આદિ નેમિકુમારને રમાડે છે, છતાં પણ નેમિકુમારનું મન વજસમાન ચલિત થતું નથી. જલકીઠા કરવાથી અગમાંથી ટપકતા જલ સાથે તેઓ કિનારે ગયા. યાદવનાં હૈયામાં ઘણે ઉત્સવ કર્યો. સત્યભામા, રુકમિણી, રંભા, જાંબવતી, શબવતી વગેરે રાણુઓ બહુ ચાતુર્યથી બેલવા લાગી હે દિયર ! તમારા ભાઈ હજાર સ્ત્રીઓના સ્વામી છે. તમે એક પણ રમણુને પ્રાપ્ત કરી નહીં. ગૃહિણી વિના એકલા માણસની કઈ પ્રતિષ્ઠા નથી. માટે હે દેવર! હમણ તમે વિવાહ માટે માની જાઓ.” આ પ્રમાણે કહીને સંતપુરની રાણીઓ પ્રભુને વિવાહને માટે મનાવે છે. ત્યારપછી ઉગ્રસેન રાજાની કુંવરી રાજુલને નેમિકુમાર સાથે વિવાહ માટે કુણે સ્વીકારી. . ઝળકતાં આભરણેને દહ ઉપર ધારણ કરીને, રથ ઉપર ચડીને નેમિનાથ પરણવા ચાલ્યા. માતાના મનમાં આનંદને રંગ ઉભરાયો, એ અવસરે છપન કરોડ યાદ એકત્ર થયા. કિનારે નેમિનાથ ભગવાનના ગુણ ગાય છે. બધા ઇદ્રો એક સનવાળા થઈને મળે છે. આકાશમાં અપ્સરાઓ – ત્ય કરે છે.
SR No.011597
Book TitleMahakavi Jayshekharsuri Part 02
Original Sutra AuthorN/A
AuthorMokshgunashreeji
PublisherArya Jay Kalyan Kendra
Publication Year1991
Total Pages531
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy