SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦. મહાકવિ શ્રી જયશેખરસૂરિ - ભાગ ૨ જેમનું બીજું નામ પુષ્પદંત જિન છે એવા, ગુણેમાં જે સુંદર છે અને જેઓ શ્રી સુવિધિનાથ તરીકે પ્રખ્યાત છે એવા નવમા પ્રભુનું નિત્ય નવા નવા રંગોથી નવાંગી પૂજન કરું છું. સહજ સુખના દાતાર, શિવરમણના ભરતાર, દશમા શ્રી શીતલનાથ પ્રભુનાં દર્શન કરવાથી દુખની જંજાળને અંત આવે છે. અગણિત ગુણોને ધારણ કરનારા, દેવતાઓ દ્વારા સેવિત એવા અગિયારમાં શ્રી શ્રેયાંસજિનને જે સેવે છે તે ભવપાર ઊતરે છે. બળવાન એવા શ્રી બારમા વાસુપૂજ્ય સ્વામીએ આઠ કને. અંત આણ્યો છે. ઈન્દ્ર દ્વારા પૂજિત શ્રી વાસુપૂજ્ય ભગવાન કેવલલક્ષમી સાથે શિવપુરમાં ગયા. સંસારસંબંધી વાતમાં ભવને પસાર કર્યો છે જેમણે એવા તેરમા શ્રી વિમલનાથ ભગવાનને જે નમસ્કાર કરે છે તે નર સિદ્ધિવધૂની સાથે ક્રીડા કરે છે (અર્થાત્ મોક્ષ મેળવે છે). અને જે નમતો નથી તે ભવમાં રમે છે (અર્થાત્ ભવમાં ભટકે છે.) ભયંકર ચાર એવા ચાર કષાયરૂપી મહેલોને જેમણે ચિપટ. કર્યા છે અને વીર એવા કામદેવને શતખંડ કર્યો છે, ચારે દિશામાં જે વિખ્યાત છે એવા ચૌદમા શ્રી અનંતનાથ પ્રભુને નિત્ય મનમાં લાવીએ. પાપરૂપી પાશને જેમણે તડતડ તડવો છે એવા ધર્મધુરંધર પંદરમા શ્રી ધર્મનાથ પ્રભુ સહુની આશા પૂરે છે. તેઓ હમેશાં. ધર્મના બે ભેદ (સર્વવિરતિ અને દેશવિરતિ) વર્ણવે છે. પિતે જ્યારે માતાના ગર્ભમાં રહ્યા હતા ત્યારે કુરુમંડલમાં જે મારિ રેગ ફેલાયેલું હતું તેને જેમણે શાંત કર્યો હતો એવા સેળમાં શ્રી શાંતિનાથ પ્રભુ ભાવિકોની ભવભ્રાંતિને લાગે છે. જેમના ગુણે ગિરિસમાન મહાન છે અને જેમના જ્ઞાનને. પ્રકાશ સૂર્ય કરતાં પણ અધિક છે અને જેમણે શિવપુરને માર્ગ
SR No.011597
Book TitleMahakavi Jayshekharsuri Part 02
Original Sutra AuthorN/A
AuthorMokshgunashreeji
PublisherArya Jay Kalyan Kendra
Publication Year1991
Total Pages531
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy