SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ મહાકવિ શ્રી જયશેખરસૂરિ-ભાગ ૨ વિવરણ શ્રી પાર્શ્વનાથ ભગવાનની આ વિનતીમાં કવિ સેરઠ દેશના પાર્શ્વપ્રભુના તીર્થસ્થળને મહિમા ગાય છે. કવિ કહે છે કે કલિયુગમાં જે અલખ નિરંજન છે, સૌરાષ્ટ્ર દેશમાં જે સોહામણુ છે, બળમાં જે બલવંત છે એવા શ્રી પાર્શ્વનાથને અમે પ્રણમીએ છીએ. હે અશ્વસેન રાજાના પુત્રી અમારા મનની આશાઓ પૂર્ણ કરે, કારણ કે પરમેશ્વર પાર્શ્વપ્રભુને ભેટવાથી ભવની ભાવઠ ભાગે છે. જેમ કેતકીનાં પુષ્પ નિત્ય મઘમ છે તેમ આપને મહિમા પૃથ્વી પર મઘમઘે છે. આપના સ્મરણ માત્રથી પણ સર્વ વ્યાધિ, વિષ, વૈરી, આપત્તિ વગેરે ટળે છે. કેઈ ભાગ્યશાળી આપની પૂજા લાખો રૂપિયાથી કરે છે, જ્યારે કેઈ માત્ર પાંખડી ચડાવીને કરે છે. પૂજા જે ભાવથી પૂર્ણ હોય તે તેનું ફળ કેમ ન મળે? ભાવથી પ્રભુને ભજનારા મુક્તિસુખને મેળવે છે. કવિ શ્રી જયશેખરસૂરિની આ પંક્તિઓ સાથે બે સૈકાઓ પહેલાં થયેલા શ્રી વીરવિજયજીના સ્તવનની પંક્તિઓ સરખાવી જુઓ. વીરવિજયજી લખે છેઃ “દાદા આદેશ્વરછ દૂરથી આવ્યા દાદા દરિશન - કઈ મૂકે હીરામેતી, કોઈ મૂકે એનું કઈ મૂકેચપટી ચોખા, દાદાને દરબાર હા હા દાદાને દરબાર. રાજ લાવે હીરામોતી, શેઠ મૂકે સોનું હું મૂકે ચપટી ચેખા, દાદાને દરબારહા હા દાદાને દરબાર. હે પાર્શ્વપ્રભુ! આપ શિવપુરનું રાજ્ય ભોગવે છે. કેવલરૂપી -જીથી છે. હે પ્રભુ! આ સેવક સુખને માટે આપને પ્રણામ કરે છે તે ન વિસરશો. મારામાં પ્રમાદાદિ ઘણા કે હતા. તેથી હું કરડે ભમાં “ભમ્યો છું. આજે હું આપના શાસનને પાછું તેથી મારી આળસ
SR No.011597
Book TitleMahakavi Jayshekharsuri Part 02
Original Sutra AuthorN/A
AuthorMokshgunashreeji
PublisherArya Jay Kalyan Kendra
Publication Year1991
Total Pages531
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy