SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ મહાકવિ શ્રી જયશેખરસૂરિ- ભાગ ૨ સાંભળ. તે તારી પંડિતાઈ સારી દેખાડી પરંતુ પિતાનાં વખાણ કાંઈ કરાય? છ ખંડ જેણે જીત્યા તે ભરતે મારા દ્વારા સંપૂર્ણ લીલા મેળવી. તે ઘણાને બંધને બાંધ્યા, પરંતુ તેઓ તે મારી પાસે આવી મુક્તિપુરીએ પહોંચ્યા છે. તારે ભક્ત જે દઢપ્રહારી હતું તે પણ મને ઓળખી ભવથી પાર પામ્યા. ચિલતિપુત્રને ચિત્તમાં તું ગમતું હતું, પણ મને ઓળખીને ચારિત્ર લીધું. તે રહનેમિ પાસે ઘણી ઈરછા રાખી હતી, પણ તે આજે જાગીને મારી પાછળ લાગ્યો છે. આવા તે કેટલાં પ્રસિદ્ધ દૃષ્ટાંતે કહી શકું કે જેઓએ મને સ્વીકારી નિવૃત્તિ પંથને મેળવ્યું છે? આમ મહના મિથ્યાભિમાનને તુચ્છ ગણુ યુદ્ધ કરવા વિવેક આમંત્રણ આપે છે. યુદ્ધમાં વિવેક બ્રહાયુદ્ધથી મોહને હણે છે તે વખતે આકાશમાં દેવદુભિ વાગે છે. પંચવર્ણ ચીર લહલહકે છે. દે જય જય નંદા લે છે અને પુષ્પવૃષ્ટિ કરે છે. આ પ્રસંગ વર્ણવતાં કવિ લખે છે : વદ્યાયુધિ વલત આહgિઉ, મેહ નરિલ વિકિ હણિ, વાજીય દંહિ ગયણ ગંભીર, પંચ વર્ણ લહલહકઇ ચીર, જય જય નંદા સુર ઉરચરઈ, કુસુમવૃષ્ટિ મિસિ ઓલગ કરઈ. ૩૨ એ સમયે નિવૃત્તિને તેડીને અખલાઓ રણભૂમિમાં રાસ રમે છે. એ અવસરે સુશ્રુત ભટ્ટ વિવેક રાજાના છેદ ભણે છે: “હે વીરરત્ન, હે ધર્મ ધુરંધર, ત્રિભુવનના આધાર, મેરુ પર્વત સમાન ધીર! ભમર જેમ કમળની સેવા કરે તેમ દે અને મનુષ્યો તારા ચરણકમળની સેવા કરે છે. તારા નામ માત્રથી જ જન્મ, જરી અને મરણરૂપી મહાભય દૂર થાય છે. તારી કૃપાથી જ વાંછિત મળે છે. હે મનમંત્રીના પુત્ર! હે સ્વામી! શ્રી વિવેક અમારી સેવાને સફલ કરજો
SR No.011597
Book TitleMahakavi Jayshekharsuri Part 02
Original Sutra AuthorN/A
AuthorMokshgunashreeji
PublisherArya Jay Kalyan Kendra
Publication Year1991
Total Pages531
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy