SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ પ્રશ્ન જીવ પહેલાં કે કર્મ? ઉત્તર૦ જીવ પહેલાં અને કર્મ પી, એ વાત ઘટી શકે નહિ. કર્મ વિનાના જીવને કર્મ કરવાનું પ્રજા શું? કર્મરહિત જીવ પણ કર્મ કરે, તે સિદ્ધના જીએ પણ કર્મ કરવાં જોઈએ. કર્મ પહેલાં અને જીવ પછી, -એ વાત પણ ઘટી શકે નહિ. જીવ રૂપી કર્યા વિના કર્મ થાય શી રીતે ? જીવ અને કર્મ એક સાથે ઉત્પન્ન થયા, એ વાત પણ માનવા ચગ્ય નથી. કર્તા અને કર્મ સમકાળે ઉત્પન્ન થઈ શકે નહિ, કારણ કે કર્મ કરનાર જીવની હયાતિ પૂર્વે જોઈએ. જગતમાં કમ નથી પણ એક જીવ જ છે, એ વાત પણ ઘટતી નથી. જગતની પ્રત્યક્ષ વિચિત્રતા એકલા જીવથી ઘટી શકતી નથી. જીવ અને કર્મના સંગથી જ જગતની ચિત્રવિચિત્રતા ઘટી શકે છે. જીવ અને કર્મ કાંઈ છે જ નહિ, એ વાત પણ પ્રત્યક્ષ પ્રમાણથી વિરુદ્ધ છે. કાંઈ છે જ નહિ, એવું જ્ઞાન કેને થયું ? એ જ્ઞાન જેને
SR No.011593
Book TitleDharm Shraddha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankarsuri
Publication Year
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy