SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મા FC ભૂતને કેઈ નિષેધ કરતું હોય તે તે ભૂતની સાથે જ સંધ્યાના સમવાયનો નિષેધ કરે છે, પણ સંખ્યા અને ભૂતને નહિ જ. એ રીતે ખરવિષાણુ નથીઃ દેવદત્ત ગૃહમાં નથી? આકાશમાં બે ચંદ્રમા નથી. ઘડા જેવડું મોતી નથીઃ એ વગેરે નિષેધ પણ અનુક્રમે વસ્તુના સમવાય, સંગ, સામાન્ય અને વિશેષ ધર્મોના છે કિન્તુ કેઈપણ ધમીના નથી. “આત્મા નથી એ વાક્ય પણ આત્માને નિષેધ કરતું નથી કિન્તુ મૃત દેહની સાથે આત્માના સંબંધને નિષેધ કરે છે. જેમકે-મૃત શરીરમાં આત્મા નથી. વળી આત્માની સાબિતી માટે વધુ ઊંડા ન ઉતરીએ અને માત્ર એટલું જ સમજીએ કે રૂપ રસ વગેરે ગુણે જેમ કેઈ આધારભૂત દ્રવ્ય વિના રહી શકતા નથી, તેમ રૂપ જ્ઞાન, રસ જ્ઞાન વગેરે ગુણોને પણ આધાર જોઈએ જ અને તે આધાર આત્મા સિવાય બીજું કઈ નથી. એટલું સમજવામાં આવે તે પણ સૌ કોઈને “આત્મા છે એમ કબૂલ કરવું જ પડે તેમ છે. આત્મા, એ રીતે એક સત દ્રવ્ય સિદ્ધ થાય છે. કઈ પણ સદ્ વસ્તુને એકાંતે નાશ થતો નથી. જે ક્ષણે ઘટને નાશ થાય છે તે ક્ષણે તે ઘટ ઘટરૂપે રહેતું નથી હિતુ ઘટ પિતે જ ઠીકરારૂપ પરિણામ પામી જાય છે, દીપક તમ રૂપ બની જાય છે અને તળાવનું પાણું શીતળ પવનરૂપ બની જાય છે, તેમ આત્મા પણ એક ભવને છોડીને તુરત જ અન્ય ભવને પ્રાપ્ત કરી લે છે, કિન્તુ એક ક્ષણવાર માટે પણ પિતાની હયાતિ ગુમાવતા નથી;
SR No.011593
Book TitleDharm Shraddha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankarsuri
Publication Year
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy