SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ વિચાર અને વર્તન ર૪૭ એ, કારખાનાથી દૂર થાય છે. થોડાં વર્ષો બાદ તે પોતા ઉપર મોટી જવાબદારીવાળાં કામ ઊઠાવવાને શક્તિસંપન્ન થાય છે અને તેના વચનથી લાખેનાં જીવન પલટાઈ જાય છે. પરિશુમે આજે તે પોતાના આદર્શની સાથે એકમેક બની ગયું છે. જેઓ બહુ વિચારશીલ નથી હોતા, તેઓ આ બધું ભાગ્યાધીન છે અગર તો અકસમાતથી થાય છે, એમ માને છે. તેઓ સામા માણસના કેટલા પ્રયત્ન છે, કેટલે ભેગ છે, કેટલા પ્રમાણમાં નિષ્ફળતા છે, એ તરફ લક્ષ્ય પણ આપતા નથી. મનુષ્યના દરેક વ્યવહારમાં પરિણામનું માપ પ્રયત્નની દઢતા ઉપર અવલંબે છે. મનની શાંતિ “મનની શાંતિ–એ ડહાપણનું સુંદર રત્ન છે. આત્મિકસંયમમાં ખૂબ કાળજી અને પ્રયત્નનું એ પરિણામ છે. તેની હાજરી પરિપકવ અનુભવની નિશાની છે. જેટલા પ્રમાણમાં માણસ–વિચારોની અસર બાહ્ય સામગ્રી ઉપર કેટલી છે –એવું સમજી શકે છે, તેટલા પ્રમાણમાં તેનું મન શાંતિને અનુભવ કરે છે. પછી તો તે જગતની હરેક સ્થિતિમાં કાર્યકારણ ભાવને વિચાર કરીને નિશ્ચિતપણે બેસી શકે છે. તેને કઈ જાતિનું દુઃખ થતું જ નથી. શાંત માણસ પિતા પર કાબુ રાખવા ઉપરાંત બીજાને પણ અનુકૂળ થઈ જાય છે. અને બીજાઓએ તેના પ્રત્યે આદરભાવ રાખનારા બને છે તથા તેની આધ્યાત્મિક શક્તિ જોઈને તેના પર વિશ્વાસ રાખતા થાય છે. જેમ જેમ માણસ વધુને
SR No.011593
Book TitleDharm Shraddha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankarsuri
Publication Year
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy