SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૧ કિયા કરાવવામાં આવે છે જ અને તે જ એ જીવી શકે છે. જ્ઞાન છે કે નહિ પણ ક્રિયા કરી, એટલે ફળ મળવાનું જ, “ખૂનની સજા ફાંસી”—એવું જેને જ્ઞાન ન હિય, તે ખૂન કરે તે ફાંસી મળે કે નહિ? અવશ્ય મળે. એ રીતે અગ્નિ બાળે એવું જ્ઞાન હોય કે નહિ, પણ તેના ઉપર પગ મૂકે તે પગ દાઝે કે નહિ? વિષ મારનારું છે એમ ન જાણે, છતાં તે ખાય તે પ્રાણ જાય કે નહિ? જ્ઞાન થયા વગર ક્રિયા ન જ કરાય અગર કરાય તે પણ ફળ તે ન જ આપે, એ માન્યતા જ ભૂલભરેલી છે. બાળક દૂધ અને ખડીને ભેદ ન સમજે, ત્યાં સુધી તેણે પીધેલું દૂધ કાંઈ પણ ફળ નહિ જ આપવાનું ? અવશ્ય આપવાનું. માંદે માણસ દવાના ગુણ કે દોષને ન સમજે, ત્યાં સુધી દવા તેને ગુણ નહિ જ કરે? અવશ્ય કરશે. સંસારવ્યવહારમાં ડગલે ને પગલે જ્ઞાન વિનાની ક્રિયાઓ થઈ રહી છે. જ્ઞાન છે કે ન હે પણ કરેલી ક્રિયા ફળ આપ્યા સિવાય રહેતી નથી. તે પછી એ શંકા થશે કે-જ્ઞાનની જરૂર જ શી ? દૂધને સ્વભાવ જ ગુણ કરવાને છે, તે પછી જાણે કે ન જાણે તે પણ તેના ખાનારને ગુણ થવાનો જ છે. એ વાત સાચી હોવા છતાં દૂધની જગ્યાએ ખડી પીવામાં આવે તે ફાયદો થાય ? ન જ થાય. ત્યારે “ખડી ન પીવાય અને દૂધ જ પીવાય? એટલું જ્ઞાન તે હેવું જ જોઈએ, એ જ્ઞાન પછી પિતાને
SR No.011593
Book TitleDharm Shraddha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankarsuri
Publication Year
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy