SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર કરવું નહિ, ભેદન કરવું નહિ, જુગુપ્સા વૃત્તિથી વપરના આત્મા અર્થે વર્તવું નહિ. એ પ્રમાણે શ્રોત્રેક્રિય ભાવનાથી જે ભાવિત થાય છે તેને અંતરાત્મા મને–અમને અને શુભ-અશુભ (શબદો) પ્રત્યે રાગદ્વેષને સંવરનાર, સાધુ, મન-વચન-કાયાને સંવૃત્ત કરનાર અને ઇંદ્રિનું ફુધન કરનાર હાઈ ધર્મને આચરે છે. બીજી ભાવનાએ ચક્ષુ ઇદ્રિએ કરીને રૂપ (સ્ત્રી-પુરૂપના) જતાં તેને સંવૃત્ત કરવી. (તે રૂપ કેવાં ?) મને, સુંદર, સચિત્ત-સચિત્ત-મિશ્ર કાષ્ટકર્મનાં, વસ્ત્રનાં, ચિત્રનાં, લેપકર્મનાં, પત્થરનાં, દાંતના રૂપ; પાંચવર્ણ સહિત અનેક આકારે સંસ્થિત, ગ્રથિત (ગુથલા), વેષ્ટિત (વીંટેલાં) પૂરિત (ભરીને બનાવેલાં), સાંધીને બનાવેલાં (ચંદરવા વગેરે), અનેક પ્રકારની તથા નયન_મનને સુખ કરનારી ગુંથેલી (પુષ્પની) માળાઓનાં રૂપ; વનખંડ, પર્વત, ગામ, આગર, નગર, પાણીની ખાઈ, કમળયુક્ત ગળ વાવ, ચોખુણ વાવ, લાંબી વાવ, વાંકી-ચૂકી નહેર, સરોવર પંકિત (એકમાંથી બીજામાં અને બીજમાંથી ત્રીજામાં પાછું વહે તેવાં તળાવોની હાર), સમુદ્ર, ધાતુની ખાણ, ગઢ ફરતી ખાઈ, નદી, કુદરતી સરોવર, દેલું તળાવ, વિકસિત પુષ-ઉત્પલ-કમળથી શોભતા અને અનેક પ્રકારનાં પક્ષીઓનાં ડાં જેમાં વિચરી રહ્યાં છે તેવા બાગબગીચાનાં રૂપ સુદર મંડપ, વિવિધ ભવન, તોરણ, મૂતિઓ, દહેરાં, સભા, પરબ, પરિવાજનાં વસતીસ્થાન, રૂડાં શયન-આસન, પાલખી, રથ, ગાડાં, ચાન, યુગ્ય (એક પ્રકારનું વાહન),
SR No.011592
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra
Original Sutra AuthorN/A
AuthorChotalalmuni
PublisherNathalal Dahyabhai Shah
Publication Year1933
Total Pages183
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy