________________
૧૪૨
શ્રી પ્રશ્નવ્યાકરણું સૂત્ર
રહિત, ધૂમ્રદોષથી રહિત ભેજન વહોરી છ સ્થાનક નિમિત્તે (યણ–વૈયાવચ્ચ આદિ છ સ્થાનક), છકાય જીના પરિરક્ષણને અથે, સાધુએ રાજ રાજ પ્રાશુક ભિક્ષાએ વર્તવું. વળી સુવિહિત સાધુ (પાસત્યાદિ ભાવથી રહિત સાધુ) ને બહુ પ્રકારે રેગ થાય, દુઃખ થાય, વાયુની અધિકતા થાય, પિત્તપ્રકેપ થાય, લેમને પ્રપ થાય, સનિપાત ઉપજે, લેશ સુખ હોય તે પણ ટળે, ઘણું કષ્ટ થાય, ગાઢ દુઃખ ઉપજે, અશુભ-કડ-કઠેર–પ્રચંડ ફળવિપાક ભેગવો પડે, મહા ભચ ઉપજે, જીવનને અંત લાવનારું કારણ ઉત્પન્ન થાય, આખા શરીરને પરિતાપના - પીડ ઉપજે, એવાં દુઃખ થાય, તોપણ સાધુને પિતાને અર્થે કે પરને અર્થે ઔષધ-ભેષજ, ભાત-પાણી પાસે રાખવાં કપે નહિ. વળી સુવિહિત, પાત્રાના ધરનાર સાધુને ભાજન, માટીનું વાસણું, વસ્ત્રાદિ ઉપધિ, (વિશેષ) ઉપકરણ જેવાં કે પાત્રો, પાત્રા બાંધવાની ઝેળી, પાત્રા પૂંજવાની પૂંજણી, પાત્રથાપન કરવાની કામળીને કુકડે, ત્રણ પડલા (ભિક્ષાકાળે પાત્રને ઢાંઠવાનાં વસ્ત્રના કકડા ), રજસ્ત્રાણ (પાત્રો વટવાનાં વસ્ત્ર), ગુ, ત્રણ પ્રછાદક (શરીર ઢાંકવાનાં વસ્ત્ર -બે સૂતરનાં અને એક ઊનનું), રજોહરણ, ચલપટે, મુહપત્તી, પાયલૂછયું, એટલાં વાનાં કલપે. સંચમના ઉપષ્ટભને અર્થે, વાયુ-તાપ-ડાંસ-મસાલાં-ટાઢમાંથી રક્ષણને અર્થે, રાગદ્વેષરહિતપણે એ ઉપકરણે પણ સાધુએ ભેગવવાનાં છે. વળી એ ભાજન-પાત્રાદિ ઉપકરણોને સાધુએ રાજરોજ પ્રતિલેખવાં (જેવાં), બધી દિશાએ પૂજવાં, પ્રમાર્જવાં,