________________
૧૦૮ શ્રી પ્રક્ષવ્યાકરણ સૂત્ર જડતું ન હોય, પણ તે કઈને કહેવું કે પિતે લેવું સાધુને કપે નહિ. હિરણ્ય-સુવર્ણથી રહિતપણે અને પાષાણ તથા કાંચનને સમાન ગણતાં (એવી ઉપેક્ષાવૃત્તિથી) કેવળ અપરિગ્રહ અને સંવૃત્ત (ઇદ્રિના સંવરયુક્ત) ભાવે સાધુએ લેકને વિષે વિહરવું. કાંઈ પણ દ્રવ્યાદિ ખળામાં હાય, ખેતરમાં હાય, વગડાની વચ્ચે હોય, કાંઈ પુષ્પ-ફળછાલ-મંજરી (પ્રવાલા)-કંદ-મૂળ-તૃણકાષ્ઠ-કાંકરી આદિ વસ્તુઓ અલ્પ મૂલ્યવાળી કે વિશેષ મૂલ્યવાળી હોય, હોય કે ઘણું હોય, તે પણ તે વસ્તુઓ તેના માલીકની અણદીધી લેવી સાધુને કપે નહિ. દિન દિન પ્રત્યે અવગ્રહ મેળવીને (માલીકની પરવાનગી લઈને) તે તે વસ્તુ સાધુએ ગ્રહણ કરવી કપે. સાધુ પ્રત્યે અપ્રીતિ કરનારના ગૃહમાં પ્રવેશ કે તેવા અપ્રીતિકારકનાં ભેજન-પાનાદિ સાધુએ
જેવાં; તેમજ અપ્રીતિકારકનાં પાટ, પાટીયાં, શય્યા, સસ્તાર, વસ્ત્ર, પાત્ર, કામળી, દંડ, રજોહરણ, પાટલા, ચલપટે, મુખવસ્ત્રિકા, પાદપુછણાદિ, ભાજન, વસ્ત્રાદિ ઉપકરણ એ પણ વવ. વળી પારકા અપવાદ (વિકથા), પારકા દોનું દર્શન અને પારકાને નામે (આચાર્યું કે ગ્લાન સાધુને નામે) કાંઈ વસ્તુ લેવી, તે દે પણ સાધુએ વર્જવા, તેમજ બીજાએ કરેલો ઉપકાર (સુકૃત) નાશ પમાડે (મત્સરપૂર્વક ઉપકારની અવગણના કરવી) એ પ્રકારનું કાર્ય, દાનમાં વિદન કરવાનું કાર્ય, દાનને વિનાશ, બીજાની ચાડ-ચુગલી તથા મત્સરિત્વ (પારકા ગુણો પ્રત્યે અસહિષ્ણુતા), એ બધા દેશે (તીર્થકરેાએ અનુજ્ઞાત નહિ કરેલા હાઈ) વર્જવાયેગ્ય છે.