SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર અ૯૫ આહાર ગષ. (આહાર આપનાર ગૃહસ્થથી) અજણ રીતે, અકથિત રીતે (પિતાની ઓળખાણ આપ્યા વિના), અશિષ્ટ રીતે (બીજાએ કહ્યા વિના), અદીનતાપૂર્વક, અવિમનસ્કતાપૂર્વક (આહાર ન મળે તે વિમનસ્ક-ઉદાસ ન થાય), અકરૂણ રીતે (દયામણા પરિણામથી રહિત), વિવાદરહિતપણે, સંયમમાં ઉદ્યમવંત મનોવેગપૂર્વક, ચતનાપૂર્વક, સંયમયેગપૂર્વક, વિનય-ક્ષમા આદિ ગુણે કરી ચુક્ત, એ પ્રકારે ભિક્ષેષણામાં ભિક્ષુ ઉદ્યમવંત રહે. એ પ્રમાણે ભિક્ષાચર્યા માટે ભ્રમણ કરીને થોડું થોડું લઈ આવીને ગુરૂજનની પાસે ગમનાગમન કરતાં લાગેલા અતિચારનું પ્રતિક્રમણ કરી દેષથી નિવર્તિ, જે રીતે ભજનના પદાર્થો લીધા હોય તે કહે અને ગુરૂજનને તે દેખાડે અને ગુરૂને ઉપદેશ સાંભળી, નિરતિચાર થઇ અપ્રમત્ત થાય. વળી સાધુને અનેષણાના જે કંઈ દે અજાણતાં લાગ્યા હોય અને આલેયા ન હોય તેનું પ્રતિક્રમણ કરે, પછી પ્રશાન્ત ચિત્તે, સુખનિષ્પન્ન (અનાબાધ વૃત્તિએ) બેસે, પછી દયાન-શુભ ગજ્ઞાન-સ્વાધ્યાયથી મુહૂત માત્ર મનને ગોપિત કરનાર અનિરૂદ્ધ મનવાળે સાધુ), ધર્મમાં મનવાછે, અન્ય ચિત્તવાળે, શુભ મનવાળે, અવિગ્રહ (કલહરહિત) મનવાળે, સમાધિયુકત (સમતાયુકત) મનવાળા, શ્રદ્ધાસંવેગ-નિર્જરામાં સંસ્થાપિત ચિત્તવાળે, પ્રવચન-સિદ્ધાન્તમાં વાત્સલ્ય ભાવવાળે, એ સાધુ ઉભું થઈને, હર્ષિત થતાં, પિતાથી મોટા સાધુઓને અનુક્રમે નિમંત્રીને, બધા સાધુઓને ભાવપૂર્વક ભજન લેવા આગ્રહ કરે, પછી
SR No.011592
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra
Original Sutra AuthorN/A
AuthorChotalalmuni
PublisherNathalal Dahyabhai Shah
Publication Year1933
Total Pages183
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy