SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ وع મનુષ્ય જીવતા થકા પણ મુવા જેવા જ જાણવા, એમ મડાભારતને વિષે લખેલું છે. વળી વ્ય ઘ તથા ગજેન્દ્ર તેણે સેવન કરેલા વનમાં રહેવું, ઝાડ પર થયેલાં પત્ર અને ફળ, તેથી જોજન કરવું તથા તૃણની શા પાથરી સૂવું, અને વલ્કલ વસ્ત્ર પહેરવાં, તે સર્વે સારા છે, પરંતુ બંધુઓની મધ્યે ધનહીન પણાથી જીવવુ તે ઘણુ જ ખરાબ છે. માટે છે ભાઈ ! આપણે પ્રદેશ જઈને ધન ઉપાર્જન કરીએ ? કારણ કે આ સર્વ જગત્ છે, તે દ્રવ્યમૂલક છે અર્થાત્ સર્વજગતને ધન વિના પળમાત્ર પણ ચાલતુ નથી મરણ પામેલામાં અને નિધનમાં કઈ પણ ફેર હું જાણતો નથી અર્થાત્ નિર્ધન મનુષ્ય મૃતક પ્રાયજ જણુ. કેમ કે મૃતક શાબની જેમ તેની સામુ કોઈ પણ જેનુ નથી માટે હે ભાઈ ! સર્વ આપત્તિનું કારણ તે એક નિર્ધનપણું જ છે એમ પષ્ય જણાય છે એવા વચન સાભળીને ધન્ય કહેવા લાગ્યું કે હે બધે ! ધન વિનાનું ધન તે આપણે કેવી રીતે ઉપાર્જને કશુ ? એ સાંભળી ધરણ કહેવા લાગ્યું કે ભાઈ! કેઈકના કાન તેડીને, કેઈકની છાની માની ગઈ છેડીને, વળી ખાતર પાડીને, બંદીખાનામાં પડવા જતા ચોરને મળીને અને બીજા કેટલાક ચેરીના પ્રકારથી આપણે ઘણુંક ધન મેળવી લેશું? તે વચન સાંભળી એકદમ સસ ભ્રમ થઈ ધન્ય કહેવા લાગે કે અરે પાપી ! આ તું શું બેલે છે ? અરે વિચાર તો કર, પરજનને છેતરવાનું કેટલું મોટું પાપ છે? તે કહ્યું એવું જે બોલીએ ચિંતવન કરીએ, ભાળીએ. તે પણ પાપ લાગે, તે આપણે તે કામ કરીએ તે તે પાપનો પાર રહે શેને ? માટે હે ધરણ | તું તેવું વાક્ય હાલ બોલ્યા, તે તેના પ્રાયશ્ચિત્તરૂપ દેવગુરુનું સ્મરણ કર, કે જેથી તુ તે વાચકકર્મથી મુક્ત થા? તેવાં વચન ધન્યનાં સાભળી ધરણે વિચારવા લાગ્યું કે આ કઈમારુ કહ્યું કરશે નહિં ? એમ વિચારી તેને સારુ લગાડવા, ટુટવાક્ય બલવારુપ પાપને ઉપરથી ખોટી રીતે આવતે થકે કહે છે, કે હે ભાત ! આપનું કહેવું ખરું છે અધર્મોપાર્જિત દ્રવ્ય કાઈ કામનુ જ નહિં. અને આ જે મેં પાપવા આપની પાસે કહ્યા, તે આપના ચિત્તની પરીક્ષા માટે કહેલાં છે, પરંતુ આપણે પરદેશ જઈને મેં કહ્યું તેમ કરશુ તેમ કશુ નહિ, અને આપણે કઈક ધનવાનનુ સેવન કરીને ઘણું ધન ઉપાર્જન કરશુ આવા ધરણના વચનથી ધન્ય વિશ્વાસ પામ્યો અને બન્ને જણે પરદેશ જવાનો નિશ્ચય કર્યો, તે પછી બને ભાઈઓ પિતાના માતાપિતાને પૂછયા વિના છાના માના પાછલી રાતે નગરથી, એકદમ બહાર નીકળી ગયા. તે માર્ગમાં ચાલતા ચાલતાં નાનો ભાઈ જે દુષ્ટ ધરણ હતું, તે વિચારવા લાગે કે આ મારા મોટા ભાઈ ધન્યને યુક્તિ લડાવીને મેં માડ માડ નગર બહાર કાઢે છે, હવે વળી જે પાછો જાશે, તે મારું ધારેલું કામ પાર પડશે નહિ? એમ વિચારી તે ધન્ય પાછો ઘેર ન જાય, તે ઉપાય મનમાં શેધી, ધરણ કરવા લાગ્યો કે હું બાંધવ! જન જે છે, તે ધર્મથી સુખી થાય છે કે અધર્મથી? ત્યારે ધન્ય ત્યે કે તેમાં તે તે શુ પૂછ્યું? તે વાત તે સહુ માનેજ છે, જે ધર્મથી જય થાય
SR No.011590
Book TitlePruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherVardhaman Jain Shwetambar Murtipujak Sangh
Publication Year
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy