SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ એવો તે રત્નશિખરાજા, તેમને નમસ્કાર કરીને તદનુયાયી જે મુનિર્વાદ હતું, તેને પણ વંદન કરતે હ. પછી પિતાને ઘટે તેવા આસન પર બેસી મસ્તક પર બે હાથ લગાડી એટલે બે હાથ જોડી શ્રીતીય કરની દેશના સાભળવા લાગ્યો ભગવાને પણ મેઘના સરખી ગંભીર વાણીએ કરી ધર્મની દેશના દેવાને પ્રારંભ કર્યો તે જેમ કે હે ભવ્યજનો ! અપાર એવા સંસારને વિષે ફરતા અને કર્મવશ થયેલા પ્રાણીઓ નીચ અને ઉચ સ્થાનકને વિષે ઉત્પન્ન થાય છે તે એવી રીતે કે કયારેક નરકમાં કયારેક મનુષ્ય પણામાં, કયારેક તિયચપણમાં ઉત્પન્ન થાય છે વળી રાજા, રંક, બુધ, મુખ, નિર્ધન, સધન, ધર્મિષ્ઠ, અમિષ્ટ, સુભાગ્ય, દીર્ભાગ્ય, ભેગી, કૃપણ, સુખી, દુખી, પુણ્યવાન, અપુણ્યવાન, સુપ, કુરુપ, ખલ, સાજન, સુસ્વર, દુ સ્વર, કીર્તિમાન અપકીર્તિમાન્ , બ્રાહ્મણ, ચાંડાલ, મૂક, અધ, બધીર, પગૂલ, ઠુંઠા, કુષ્ટી, વગેરેમાં પિતાના સારા નરસા કર્મને અનુસરે ઉપન્ન થાય છે. એમ વિવિધ પ્રકારે સંસારમાં પર્યટન કરે છે તેમાં પણ કેટલાક દુર્બોધથી દિગૃઢ એવા થકા કુમતરુપ દુર્દશામાં ફર્યા કરે છે. કેટલાક જીવોને તે ધુર્તલકે કુનિરુપ કુંડમાં પાડે છે. પરંતુ ભવવનને વિષે મોક્ષમાર્ગના ઉપદેશકે જ્ઞાની ગુરુ તે પુણ્યના રોગથીજ મલે છે, તે માટે તે સદ્દગુરુને લાભને માટે સર્વ સુજ્ઞભવ્ય પ્રાણુઓએ પ્રયત્ન કર્યા જ કરે આ પ્રકારની શ્રી તીર્થકરની દેશના સામળી તે રત્નશિખ રાજાએ કહ્યું કે મહારાજ ! મે તે શું પૂર્વ જન્મમાં સુકૃત કર્યું હશે ? કે જે કાઈ સુખ છે, તે પ્રયાસ કર્યા વિના અણધાર્યું પોતાની મેળેજ પ્રાપ્ત થાય છે ત્યારે તીર્થ કરે કહ્યું કે હે ભદ્દીક જન' પૂર્વ ભવને વિષે તે પચ પરમેષ્ટીને નમસ્કારનું સ્મરણ કર્યું હતું, તેના પ્રભાવથી તું આ સર્વ મહાસુખને ભોક્તા થયે છે. હે ભાઈ ! પંચ પરમેષ્ઠીના નમસ્કારથકી તથા તેના જપથકી સમ્યફજ્ઞાન પ્રાપ્ત થાય છે, અને સમ્યકત્વ સહિત વિરતિ થાય છે અને વિરતિથકી મેક્ષ પ્રાપ્ત થાય છે, ક્ષથકી અક્ષય સુખ પ્રાપ્ત થાય છે. વળી સસારને વિષે જે અત્યુત્તમ ફલ છે તે પચ પરમેષ્ઠીના નમસ્કારનુ અપમા અલ્પ ફલ જાણવું. વસ્તુત ચિદાનંદસખપ્રાપ્તિરુપ જે ફેલ, તે પંચ પરમેષ્ઠીના નમસ્કારનું ફલ જાણવુ. આ પ્રકારે શ્રી તીર્થ કરે કહેલ પિતાને પૂર્વ જન્મ સાંભળી તે રત્નશિખ રાજાના તુરત મારા ઉભાં થયા, અને અત્યંત ખુશી થયે. એવી રીતે બોધ પામેલા એવા તે રત્નશિખ રાજાએ, પિતાના પુત્રને રાજ્ય સોપી, તીર્થંકરની સમીપ આવી ભાવે કરી ચારિત્રને ગ્રહણ કર્યું. પછી ક્ષેપક શ્રેણપર ચઢી, કેવલજ્ઞાન ઉત્પન્ન કરી ઘણે કાળ પૃથિવીને વિષે વિહાર કરી, કેમે કરી મેલ સુખને પ્રાપ્ત થયે આ પ્રકારના પંચપરમેષ્ઠીના સમરણફલ વિષે રત્નશિખ રાજાનો ઈતિહાસ સાંભળી ધર્મારાધનને વિષે રસિક, એ દેવરથકુમારને પિતા જે વિમલકીર્તિ રાજા તે પિતાના દેવરથકુમારને રાજ્ય સેપી સમસ્ત જિન ચીત્યને વિષે અષ્ટાબ્દિક મહોત્સવ કરી વિશિષ્ટ વૈરાગ્યવાળે છે કે ગુરુની સમીપ જઈ ચારિત્રને ગ્રડુણ કરે છે હવે તે દેવરથકુમાર રાજગાદી પર બેસવાથી જેમ કઈ દેવ શોભે, તેમ શોભવા લા. તદન નર કૃતજ્ઞપણાથી તે વિચારવા લાગ્યું કે સંતુષ્ટ થયેલા એવા મારા પિતાએ
SR No.011590
Book TitlePruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherVardhaman Jain Shwetambar Murtipujak Sangh
Publication Year
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy