SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ પુત્રને પી સન્યાસી જીવન જીવવાનું મહત્વનું ગણતે જૈન મહર્ષિઓથી જીવનની કેઈપણ અવસ્થામાં ભાગવતી દીક્ષા લઈ શકાય એ અનુરોધ કર્યો છે. (૫) છેલ્લા ભવમાં શરાજને જીવ પૃથ્વીચંદ રાજકુમાર તરીકે અને રાણી કલાવતીને જીવ શ્રેષ્ટિપુત્ર ગુણસાગર તરીકે જન્મે છે. બન્ને મિત્રો છે. બંનેને જન્મથી જાતિસ્મરણ જ્ઞાન થયેલું છે. બંનેએ સંસાર સાથે સંબંધ જોડ છે. પૃથ્વીચ એળ રાજકુમારીઓ સાથે અને ગુણસાગરે આઠ શ્રેષ્ઠિ પુત્રીઓ સાથે પાણિગ્રહણ કર્યા છે. છતાં ધાતિક નામશેષ થવાથી એકાએક તીવ્ર વરાગ્ય ભાવનાની વૃદ્ધિ થતાં ડરથ પર્યાયમાં બંનેને સાથે કેવળજ્ઞાન થાય છે એ બન્નેના સ્વભાવના સંબંધની વિશિષ્ટતા છે. સાથે સાથે બને મહાપુરુષોની ધર્મપત્નિઓને તથા માતા-પિતાને, સંસારની અસારતા સમજાતાં વૈરાગ્યભાવની વૃદ્ધિથી તેજ ચેરીમાં કેવળજ્ઞાન થાય છે. ગ્રથને ટુંકસાર ઉપરના મુદ્દાઓમાં સમાવી લેવામાં આવે છે. છતાં એથી પણ ટુંકમાં કહેવું હોય તો કહી શકાય કે વિવેકશુન્ય મનુષ્યને પાચે ઇન્દ્રિઓ પંચાગ્નિ જેવી છે, જ્યારે વિવેકને પાચે ઇન્દ્રિઓ પાચ રન જેવી છે. ગ્રથના મૂળ રચયિતા મહાપુરુષે સંસારના દુરિત પાપ, તાપ અને સ તાપથી બચાવવા ઉપર મુજબને સાર સમજાવવા ગ્રથની સુ દર ગુથણું કરી મહાન ઉપકાર કર્યો છે. આવા સમર્થ પુરૂષે રચેલા ગ્રંથ ઉપર પ્રસ્તાવના લખવી એ મારા જેવા શાસ્ત્રને એકડો ઘુટનાર માટે બાલચેષ્ટા છે, છતા પૂજ્ય મુનિશ્રી રત્નપ્રભ વિજયજી મ. સા. ના આદેશને નકારી ન શક્યું, એટલે અલ્પબુદ્ધિના ઉપશમના કારણે લખાણમાં જે કઈ ક્ષતિઓ દેખાય છે તે બદલ વાચક વર્ગ મને ક્ષમા કરે. હરીલાલ ડી. શાહ, બી. એ. મધુવન સેસાયટી આશ્રમ રોડ, અમદાવાદ–૧૪ સં. ૨૦૩૪ના આશો વદી ૧૩
SR No.011590
Book TitlePruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherVardhaman Jain Shwetambar Murtipujak Sangh
Publication Year
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy