SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ મારે તે આમ કહેવરાવવાનું કારણ એજ છે, કે સૌમ્યદષ્ટિ એવા મારા ગામમાં કણ અધિક દ્રવ્યવાન છે? આમ કહેવરાવાથી હું જાણું કે આ માણસ ઘનિક છે. અને પછી ખુશી થઈ તેનું હું માનું કરું ? તથા તેની કીર્તિ, ભાટલેકે પાસે સર્વત્ર કહેવરાવું તે વચન સાંભળી સહુ કેઈ ધનિકોએ સ્વદ્રવ્ય ટીપ્રમિત દવા જાઓ ચઢવી તેમાં અતિયનથી અનેકરસ ગ્રડ કારક અને રત્નને વ્યાપાર કરનાર કેઈએક ધનદનામે શેઠ રહેતું હતું, તેણે પિતાની પાસે સહુથી અધિક દ્રવ્ય હતું, તે પણ એક પણ ધ્વજા ચઢાવી નહી ત્યારે માનરૂપ જેને ધન છે અને યશની ઇચ્છાવાળા એવા તે શ્રેષ્ઠીના જે પુત્રો હતા, જેમણે, જેમણે વજાઓ ચઢાવી હતી તેની કીર્તિ, માગધના મુખથકી સાભળી. તેથી તે અત્યંત ખેઃ પામ્યા. અને પિતાના પિતાને કહેવા લાગ્યા કે હે પિતાજી ! આ ગામમાં આપણાથી ઓછા ધનિકો છે, તે સવગૃડપર ધજાઓ ચઢાવીને પિતાની કીર્તિ, માગધકોના સુખથી જગતમાં પ્રવર્તાવે છે, તે આપણા ઘરમાં વધારે તો નહિ, પરંતુ એકકેટિ દ્રવ્ય પણ નથી શું ? કે જેથી તમે એક પણ દવા ચઢાવતા નથી ? તે સાંભળી તેને પિતા બે કે હે પુત્રો ! આપણે કાંઈ દ્રવ્યની સ ખ્યા કાઢી નથી, અને તેમ કરતાં કદાચિત્ જે તેની ગણત્રી કરીએ તો તે માડ કેટ દ્રવ્ય થાય, પરંતુ આપણે બીજાઓની જેમ મૃષા કીર્તિ કરાવવી નથી. અને સુજ્ઞજનને તે ધર્મકાર્ય વિના જે મોટાઈ કરવી, તે ઉચિતજ નથી. અને જગતમાં પણ કહેવત છે કે પિતાનો ગોળ પિતેજ ચેરી ખાવ. તેમ આપણે આપણે ઘરમાં જે કાંઈ દ્રવ્ય હોય, તે મનમાં જ સમજવું એમ તે પુત્રોને તેના પિતાએ ઘણજ સમજાવ્યા, તે પણ તે કદાચડીપુત્રો તેવા વિચારથી વિરામ પામ્યા નહિ. તેમ તેના પિતાના વચનને ઉલ્લઘન કરવાને પણ સમર્થ થયા નહિ. તેથી તે એમને એમ મનમાં જ સમજી બેસી રહ્યા. અને વિચારવા લાગ્યા કે આ આપણો પિતા જે કેઈક ઠેકાણે જાય, તે ઠીક થાય ? એમ જ્યા વિચારે છે, ત્યાં તો દૈવગથી પરગામમાં રહેતા તે ધનદ શ્રેણીના સગાને ત્યા લગ્નપ્રસંગ આવ્યું, તેથી તે ધનદને તે ગામ જવુ પડ્યું હવે તેના જવાની વાટ જોતા તેના પુત્રોએ અવકાશ જોઈને ઘરના ભંડારમાં જે કોઈ રને હતા, તે સર્વ કાઢયાં અને તે રને જેમ આવે તેમ જલદી વેચી નાખ્યા અને સર્વરોનું દ્રવ્ય એકઠું કરી તેની ગણતરી કરીને જેટલી કેટિ દ્રવ્ય થયુ તેટલી દવાઓ તેઓએ પિતાના ઘર ચઢાવી તથા બીજા કેઈએ સુવર્ણકુભ ચઢાળ્યો ન હતો પરંતુ તેઓએ તે સુવર્ણકુ ભ પણ ચઢાવ્યો. ત્યારે માગધલેકેએ અત્ય ત પ્રશસા કરી, તેઓ એટલા દિવસ તે વૃદ્ધપણુથી મૂઢ થયેલા આપણુ પિતાએ આપણને વૃથા આવી ઉત્તમ કીર્તિ મેળવતા અટકાવ્યા ? હવે તે પુત્ર પાસેથી રત્નના લેનારા વેપારી પરદેશી હોવાથી વેચાવા લીધેલા રત્નને લઈને પિતપતાને દેશ ગયા પછી તુરત તે ધનદ શ્રેષ્ઠી પરગામથી આવ્યું, અને આવીને જ્યા જુવે છે ત્યાં તે પિતાના
SR No.011590
Book TitlePruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherVardhaman Jain Shwetambar Murtipujak Sangh
Publication Year
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy