SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭૬ તે એક પુત્ર પ્રગટ થયે. વિજયવિમાનમાં દેવતા થયેલે જયસુંદર કુમાર હતું તે અવતર્યો. ત્યારે તે શ્રેષ્ઠીએ હર્ષથી સર્વ નગરને આર્થય થાય અને આખા વિશ્વને વિસ્મય પમાડે એ પુત્રજન્મ મહોત્સવ કર્યો. તે પુત્ર, જ્યારે ગર્ભમાં આવ્યું હતું, ત્યારે તેની માતાએ સ્વપ્નમાં આખા સમુદ્રનું પાન કર્યું હતું, તેથી તે સ્વપ્નને અનુસારે તે પુત્રનું “ગુણસાગર એવું નામ પાડયું, તદનંતર તે પુત્રનું પાંચ ધાવમાતાથી પાલન કરવા માંડ્યું અને જ્યારે તે જરા માટે થયે, ત્યારે તેને સર્વ કલાઓને અભ્યાસ કરાવ્યો. પછી અનુક્રમે તે કુમારને તરુણીજનનું જીવનભૂત અને લાવણ્યનુ સ્થાનક. એવું તારુણ્ય પ્રાપ્ત થયું. ત્યારે તે તે ' સુશીલ એવા કુમારને બાલા, શ્યામા, અને પ્રૌઢા એવી સ્ત્રીઓ, કામવિકારથી જેવા લાગી, તે પણ તે કુમાર નિર્વિકારી હોવાથી, યત્કિંચિત્પણ કામાસક્ત થયે નહિં. જેમ પદ્મ છે, તે જલમાં રહે છે, પરંતુ તે જલથી લિપ્ત થતું નથી તેમ તે લિપ્ત થ નથી. હવે એક દિવસ તે નગરમાં ઉત્તમ, ગુણાઢય અને વિશિષ્ટ, અતિ રુપવાળી જાણે આઠ દિકકન્યાએ જ હેય નહિં ? એવી મહેર, અને ગુણસુંદરીનામે કન્યા જેમાં મુખ્ય છે, એવી તે ગામના રહેવાસી કેઈક આઠ શ્રેષ્ઠીઓની આઠ કન્યાઓ રહે છે. તે એક દિવસ આઠે કન્યાઓ એક સ્થાને રમતી હતી. ત્યાં તે કન્યાઓએ પિતાના મિત્રની સાથે રાજ્યમાર્ગમાં ચાલ્યા જતા, મનહર એવી આકૃતિવાળા, રુપથી સુંદર એવા તે ગુણસાગર કુમારને દીઠે. તે જઈને તરત તે આઠે કન્યાઓ કામવ્યાપ્ત થઈ ગઈ. અને પછી તે આઠે કન્યાઓએ ત્યાને ત્યા એવી પ્રતિજ્ઞા કરી કે આપણે જે વરે, તે આ પુરુષને જ વરવે. પરંતુ બીજા કેઈને વર નહી. એમ પ્રતિજ્ઞા કરી તે સર્વ કન્યાઓ પોત પિતાને ઘેર આવી. અને પિતાની જે પ્રતિજ્ઞા હતી તે પિતા પોતાના પિતાને કહી આપી. તે સાભળી તે સર્વ કન્યાઓના પિતાઓએ ખુશી થઈ તે વાત ગુણસાગર કુમારના પિતા રત્નસંચયને કહી. અને વળી કહ્યું કે અમે આઠે જણ, અમારી આઠે કન્યાઓને તમારા પુત્રને આપવા આવ્યા છીએ. તે સાભળી રત્નસંચય શ્રેષ્ઠી કહેવા લાગ્યું, કે અહે શેઠીયાઓ ! આ સંબંધ તે જેમ પાનની સાથે સોપારીને સબંધ થાય તેવી રીતને ઉત્તમ છે. અને તમે ત્યારે તમારી કન્યાઓને મારા પુત્રને આવવા આવ્યા છે, ત્યારે તે તે સ બ ધ કરવાની હું શા માટે ના કહું? માટે તે વાતની હુ હા કહુ છું. ત્યારે પછી કન્યાઓને ગુણસાગર સાથે સ બંધ કર્યો. અને પછી પરસ્પર, ઉત્તમ લગ્ન જેવરાવી લગ્ન કરવાની ધામધૂમ કરવા લાગ્યા. હવે તેવામાં શું બન્યું કે એક દિવસ ગુણસાગર કુમાર પિતાના ઘરની બારીમાં બેઠે બેઠે પુરની. શોભા જેતે હતું, તેવામાં તેણે તપે કરી સર્વ શરીર જેનું કૃષ્ય થઈ ગયું છે, આખે જેની ઉંડી જતી રહી છે અને ગોચરી માટે જતા, એવા કેઈ એક મુમુક્ષુ મુનિને જોયા. તેને જોઈને તે કુમાર, મનમાં વિચાર કરવા લાગ્યું કે અહો ! આ મુનિને વેષ અત્યંત સુંદર છે. તથા ઘૂસર પ્રમાણે દષ્ટિ રાખી ચાલ્યા જાય છે. તેમ
SR No.011590
Book TitlePruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherVardhaman Jain Shwetambar Murtipujak Sangh
Publication Year
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy