SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યાં તે જીવને અકામનિર્જરાથી કાંઈક સુકૃતરૂપ સુવર્ણ' પ્રાપ્ત થાય છે. વળી તે સુકૃત કમાઈ જતાં તે જીવને કામરુપ ધૃત્ત -એ એક ઈન્દ્રજાલિક મળે છે. તે તેને વિષયવાસનારુ૫ કન્યા દેખાડે છે, તેમાં તે લુબ્ધ થઈને તેનું તે પાણિગ્રહણ કરે છે. ત્યારે તે કામરુપ ધૂર્ત ઈન્દ્રજાલિક તેનું સુકૃતમ સર્વ દ્રિવ્ય હરી લે છે. પછી ગયું છે સુકૃતરુપ સુવર્ણ જેનું એ તે જીવ; અપૂર્ણ મનોરથ થક પાછો વળી તિર્યંચ, નર, નારકીપમુખના ભવરુપ ગામોમાં ભમે છે ત્યાં વળી કેઈક ભવરુપગામમાં તેને ધર્માચાર્યરુપ દયાલુ મનુષ્ય, દયા લાવીને તપપ દહિં અને ભાત તેના દાનથી સ્વસ્થ કરે છે પછી પાછે તે જીવ, વડ સમાન પ્રઢ કુલને પામીને મેહh નિદ્રામાં સૂવે છે. ત્યાં તે સ્વપ્ન તુલ્ય એવા ભોગના પ્રિયગે કરી મોહં પામે છે. પછી તે કર્મપરિણતિરુપ કપિલાનું સ્મરણ કરતો થકે ઘેર આવે છે. અરે ! હે બટુક ! એ મેહનું માહાતમ્ય તે જુએ. આ જીવ, ગજ, વાજી, કેશ, ભૂમિ, ભૃત્ય, તેના પાલન સુખને વળી સુખ માને છે બારથી જોવામાં મને ડર, અને અંદર રુધિર, માંસ, મળ; મૂત્ર, વિષ્ટા, પરુ, તેથી પૂરિત એવા યુવતીના અંગને વિષે મેહ પામીને કેવલ વિનાકારણ. વિઝાના કીડાની જેમ તેમાં રમે છે. વળી કામાનુરક્ત એ આ સંસારી છંવ, ચર્મ, અસ્થિ, સ્નાયુ, તેણે બાધેલું, અને નિરંતર ઘણું જ શુદ્ધ રાખવાથી પણ" સદા શ્લેષ્મ મેલથી યુક્ત, એવા લલનાના મુખને, શુદ્ધ અને સ્વચ્છ એવા શરદઋતુના ચંદ્રમાની સમાન કહે છે. વળી અધમનર, મુખથકી નિકળતા, દુર્ગધથી, થુંકથી તથા દાંતના મેલથી વ્યાસ એવા કામિનીના અધષ્ઠને, અમૃતવ મિષ્ટ માને છે. વળી, ભેગાભિલાષી પુરુષ, હાડકાના દાંતને કુદકલિકા સમાન માને છે વળી કામી જીવ, મહિલાના માંસની થિરુપ બને સ્તનને કમકકલશ સમાન કહે છે. તથા ખંજીવ, ચર્મ અને અંસ્થિ, તેના મઢેલા યુવતીના હાથને કમલનાલની તુલ્ય કહે છે વળી કામાસક્ત જીવ, વિષ્ટા મૂત્રના ભાજન રુપ સ્ત્રીના ઉદરને વજમધ્યની ઉપમા આપે છે. વળી વિષયવ્યગ્રજન, વિણનિસરણનું સ્થાન અને નગરની ખાલ સમાન, એવા નારીના નિતંબને ગંગાપુતિનની તુલ્ય કહે છે. વળી કામાંધ જીવ, લેહીમાસની રચેલી, હાડકાની નળીની, બનેલી, બાળાની બે જ ઘાઓને, કેલના સ્થંભ સમાન માને છે વળી કામુક પુરુષ, રત્નાદિ સાર શંગારથી ભૂષિત અને મુનિજનને દુખ એવા શ્યામાના શરીરને સુરસુંદરીની સમાન જાણે છે. આ સંસારી જીવ પણ પૂર્વોકત મૂર્ણ એવા કેશવ બટુકની જેમ વિરાધનાજ પામે છે. તેથી આ વિતથ એવા સ સારમાં કાંઈ સારજ નથી. આ પ્રમાણે કુમારને કહે / સદુપદેશ સાંભળીને નષ્ટ થ છે સ્વરુપને ગર્વ જેને એવી તે સ્ત્રીઓ વિચારવા લાગી કે અહિ! આ આર્ય પુત્ર જે કાંઈ કહે છે, તે ખરેખરું છે કારણ કે આ આપણું અંગમાં તેમના કહેવા પ્રમાણે કાઈપણ સુંદરત્વ નથી કેવલ શ્વેતચમના ઢંકાવાથી ઉપરથી સુંદપણું દેખાય છે પરંતુ વસ્તુતઃ જોતાં તે, આપણું અગમાં સુંદરત્વ નથી, તે વળી પુરુષના
SR No.011590
Book TitlePruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherVardhaman Jain Shwetambar Murtipujak Sangh
Publication Year
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy