SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૫ મુનિ બે સમય જોઈને સેકંતિપણે તે કેવલી ભગવાનને પૂછ્યું કે હે ભગવાન્ ! કુસુમાયુધ મુનિ કયા વિચારે છે ? ત્યારે તે કેવલી ભગવાને તેને જે કાંઈ વૃત્તાંત' બન્યું હતું, તે કહી આપ્યું. અને તેના ધ્યાન દઢપણાની પ્રશંસા કરી. તથા કહ્યું કે એવા અગ્નિના મોટા ઉપસર્ગમાં પણ તે મુનિએ સ્વહિત સાધ્યું ? હે મુને ! સંયમ જેવુ, તથા તેને પાળવું, તે તે સહેલું છે, પરંતુ અંતકાળે આવા મેટા પસિંહમાં શુકલધ્યાનની આરાધના કરવી ઘણી જ કઠિન છે, તે પણ તે કુસુમાયુધ મહામુનિ, દુષ્કર એવા પરિસડને સહન કરીને શુકલધ્યાનથી કરીને સર્વાર્થસિદ્ધ મહાવિમાનમા તેત્રીશ સાગરોપમના દેવતાપણે ઉપન્યા છે. પરંતુ હે મહાભાગ ! તેની કાઈ શેચના કરશે નહિં. કારણ કે તમે પણ તેજ ઠેકાણે જઈ તેને મળશે. તમે બંને જણે હવે આ સંસાર સમુદ્ર પ્રાય તરી જ લીધે છે, એટલે હવે તમોને મેક્ષ જવાને જાજે વિલંબ નથી. આ પ્રકારના કેવલી ભગવાનનાં વચન સાંભળી તે કુસુમકેતુ મુનિએ વૈરાગ્ય પામી ગુરુની આજ્ઞા લઈને સલેષણ કરી. તેથી તેના અગમાં અસ્થિ અને ચર્મજઅવશેષ રહ્યા. વળી તે દ્રવ્ય અને ભાવના શલ્યને જે ઉદ્ધાર કરી તે સદ્દગુરુની આજ્ઞાથી પાપગમન એવા અનશન વ્રતને પ્રાપ્ત થયા થકા પોતાની કાંઈ પણ વૈયાવચ્ચ ન કરાવતાં પચીસ દિવસે કોલ કરીને તે કુસુમકેતુ મુનિ, જ્યા કુસુમાયુધ મુનિ તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળા દેવતા થયા છે, ત્યાં તેની સાથે દેવ થઈને રહ્યા. શમરૂપ સાગરનેવિ મગ્ન, નિરતર અધ્યાત્મ જ્ઞાનમાં એટલે ચિદાનંદમાં લગ્ન, સંસારના વિયેગમાં યુક્ત તથા કર્મના સંગથી મુક્ત, સતોષ ગુણથી યુક્ત એવા તે બને મુનિ, શુદ્ધ ચારિત્રને પાળી શ્રેષ્ઠ અને અગણિત પુણ્યના સ્વભાવવાલા અર્થાત્ અતુલપુણ્ય હેવાથી જ જે ભવની પ્રાપ્તિ થાય છે એવા દેવભવને પ્રાપ્ત થાય અને તત્વજ્ઞાન થકી આ સંસારમાં ઉત્પન્ન થયેલા સર્વ પદાર્થોની અનિત્યતાને જોતા એવા તે બન્ને દે, તે લેકેના અદ્ભુત સુખને ભેળવી, ત્યાથી ચ્યવીને સિદ્ધિને એટલે મોક્ષને પામશે . ઈતિ પૃથ્વીચંદ્ર ગુણસાગર ચરિત્ર કુસુમાયુધનૃપ કુસુમકેતુપુત્રભવવર્ણન નામે દશમે સર્ગઃ સંપણું અહીં શંખ રાજા અને કલાવતીના ભાવથી માંડીને પૃથ્વીચંદ્ર અને ગુણસાગરના વીશ ભવ સંપૂર્ણ થયા.
SR No.011590
Book TitlePruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherVardhaman Jain Shwetambar Murtipujak Sangh
Publication Year
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy