SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ નથી તે, તમારા રાજાને શું કરું ? તે પછી તે ત્રણે રાજઓએ જય રાજાના કુટ્સમાયુધ કુમારને પુણ્યાધિકવાન જાણીને તે ત્રણે રાજ્ય તે કુમારને આપ્યા અને તેઓએ તે કેવલી ભગવાન પાસેથી ચારિત્ર અગીકાર કર્યું અને કુસુમાયુધ રાજાની માતા જે પ્રિયમતી રાણ, હતી, તે પણ જ્યારે પિતાના પતિની સાથે જ સંયમ લેવા તૈયાર થઈ ત્યારે તેના સ્વામી જય રાજાએ તથા પિતાના પિતા માનતુંગ રાજાએ અને બીજા અમાત્યાયે ના કહી. તેથી તેણે સંયમ લીધુ નહિં. ' હવે કુસુમાયુધ રાજા પિતાના પિતાને ગામ આવી તે પિતાની રાજ્યગાદી પર બેઠે, તેથી તેજ:પુંજમય તથા શરદતના રવિસમાન પ્રતિદિવસ શોભવા લાગ્યા. અને તેના વિનીત એવા મંત્રી, સામંત વિગેરે રાજ્યાંગનું ચિંતવન કરવા લાગ્યા. અને તે રાજ્યાંગની જ્યારે ચોગ્ય વ્યવસ્થા કરવા લાગ્યું, ત્યારે સમૃદ્ધિની પણ વૃદ્ધિ થવા લાગી, તેથી તે સુખ સાગરમાં નિમગ્ન થયે. વળી સદ્ગુણના સમૂહનું ધામ એવા તે કુમાયુધ રાજાનું જે હતું, તેને કેઈપણ ઠેકાણે રહેવાનું સ્થાન ન મળવાથી કોપાયમાન થઈને તે ત્રણ જગતને વિષે પ્રસરી ગયું, અર્થાત્ જેમ કે સારા માણસને કયાઈ રહેવાનું સ્થાન ન મળે, તે તે તે જેમ રેષયુક્ત થઈને સર્વ સ્થાને ફરે છે તેમ તેને શુદ્ધ એ યશ પણ ત્રણ જગતમાં ફરવા લાગ્યા. હવે તે કુસુમાયુધ રાજાને સર્વ સારભૂત એવી ઋદ્ધિથી સંયુક્ત એવુ ઉત્તમ રાજ્ય પ્રાપ્ત થયું છે તે પણ તેમાં તેનું મન રંજિત થતું નથી. અને પિતાના પિતા જ્ય રાજાએ જે ધર્મનું આચરણ કર્યું છે, તેવા અર્હદ્ધર્મમાં રાજી થાય છે. વળી તે કુસુમાયુધ રાજનુ મન, અરિહંત ભગવાનની પૂજા, યાત્રા, સ્નાત્ર પૂજા વિગેરેમાં જેવું પ્રસન્ન થાય છે, તેવુ ગીત, નૃત્ય, વાદ્યમા તથા ઉદ્યાનાદિકમાં કેલી કરવાથી પ્રસન્ન થતું નથી. વળી તે રાજ્યના રાજ્યને વિષે સ્ત્રીઓ, બાલ, ગોપાલ, માગધ જે કઈ ગીતગાન કરે છે, તે સર્વે અર્હગુણયુક્ત જ ગાન કરે છે, પરંતુ જિહૂવાને મલિન કરનાર એવા શંગાર રસયુક્ત સ સારાસક્તિ વધારનાર એવા ગીતનું ગાન કરતાં નથી. અને નિષ્કલંક, વતરુપ કંલાએથી પૂર્ણ એ કુસુમાયુધરુપ જે અપૂર્વચ , તેના ઉદયથી મિથ્યાત્વરુપ જે મહા તમ હતુ, તે જલદી ફરજ જતું રહ્યું. * હવે જ્યારે વિજયવિમાનમાથી આવી તે કનકદેવજ રાજાને જીવ કુસુમાયુધ થઈને , અવતર્યો, ત્યારે તેને મિત્ર જે 'જયસુ દર કુમાર ત્યાથી આવો ક્યા અવત? તે કહે છે કે કસમા રાજાને રાજશેખર રાજાએ બત્રીશ કન્યાઓ પરણાવી હતી, તેમાં જેનું છે કુસુમાવલી એવું નામ છે, એવી જે કન્યા હતી, તેમને તે કુસુમાયુધે પટ્ટરાણી કરી છે, તે તેની સાથે ભેગ ભેગવતા કુસુમાયુધ રાજાને ઘણે કાલ વ્યતીત થઈ ગયો. હવે તે વિવિમાનમા દેવતા થયેલ જયસુંદર કુમારને જીવ ત્યાંથી આવીને તે કુસુમાયુધ રાજાની પટ્ટરાણી કુસુમાવલી ગણી જે હતી તેના ઉદરને વિષે પુત્રપણે આવી ઉપજો. જ્યારે તે પુત્ર
SR No.011590
Book TitlePruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherVardhaman Jain Shwetambar Murtipujak Sangh
Publication Year
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy