SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૫ આ પ્રકારના ચાકુવચનરચનામાં પરુ એવા તે રાજાનાં વાક્ય સાંભળી કાઉસ્સગ્રુધ્યાનથી જાગ્રત થયા એવા મુનિ બેલ્યા કે હે રાજન ! કંઈ પણ ભય રાખ નહિં. અપરાધ કરના પ્રાણી પર પણ અમે જૈન મુનિ તે કોપ કરીએ નહીં, તે તું તો વળી કતાપરાધને પશ્ચાત્તાપી તેથી તારી પર તે કેમ જ કરિએ ? વળી અમે તે શું ? પરંતુ અમારા જેવા બીજા પણ તારી પર કોપ કરે નહિં. પણ હે રાજન ! તને યત્કિંચિત હું હિતોપદેશ કરું છું, તે સાભળ. કે હે ભાઈ ! જે આ વિષયભેગના સગને, અને યૌવનને તથા જીવિતને પણ કરિકર્ણ સમાન અતિચંચલ માની તે અતિ ચંચલ એવા વિષયભેગાદિકના સ્વલ્પસુખ માટે જીવપ્રાણી માત્ર કઈ પણ વખત પાપમાં પ્રીતિ કરવી નહિં વળી છે રાજન ! આ સંસાર ભેગાસપ્તપ્રાણ, એમ પ્રત્યક્ષ રીતે જાણે છે, જે આ ઈદ્રિયના ભેગ ભેગવવા કરીએ છીએ, અને વળી તે પાપ નરકાદિકના દુખે કરી ભેગવવુ પણ પડશે, તે પણ તે પ્રાણી પાપકર્મ કરતા બંધ થતા નથી. જેમ કે કઈ મિંદડે દૂધ પાનમાં આસક્ત થયેલું હોય, તેને આપણે લાકડી વિગેરેથી મારીએ ત્યારે તે જાણે છે, કે આ માર મને દુગ્ધ પાન કરવાની આસક્તિથી પડે છે, તે પણ તે દૂધપાનને છોડતું નથી. હે રાજન ! હિંસા કર્મરૂપપપપ્રસંગને પરિત્યાગ કરી તું ધર્મમાં મન કર. વળી હે રાજન ! હાલ જે તું જીવહિંસા કરે છે, તે કેવી છે? તો કે આપત્તિનું મૂવ છે, મોક્ષની પ્રતિકૂળ છે, સહુ કઈ પ્રાણીઓને દુખની દેનારી છે, તે માટે પ્રથમ તે તે હિંસા કરવાને જ ત્યાગ કર. માટે તારે ધર્મારાધનમાં જ પ્રતિદિન પ્રતિદિન પ્રીતિ રાખવી અને અનંત દુઃખકારક એવાં હિંસાપ્રમુખ પાપકર્મોને 'ત્યાગ જ કરે. આ પ્રકારે તે મુનિના કરેલા ઉપદેશને સાંભળતાં જ કપાઈ ગઈ છે. મિથ્યાત્વરૂપ થિ જેની અને સમકિતધ પામેલે એ તે વીરાંગદ રાજા, હર્ષે કરી તે મુનિને સવિનય કહેવા લાગ્યો કે હે ભગવાન ? દેશનારૂપ અમૃતદાન કરી આપે મારી ઉપર અનુગ્રડ કર્યોમાટે હે મહારાજ ! હવે મને જેવાં ઘટે તેવાં ગૃહસ્થ ધર્મરૂપ શ્રાવકનાં બાર વ્રત ઉચરા? ત્યારે ગુરુએ પણ સમ્યકત્વમૂલ દ્વાદશત્રત રૂ૫ ગૃહસ્થાશ્રમ ધર્મને ઉપદેશ કર્યો. એ સાભળી તે વિરાંગદ રાજા પણ યથાશક્તિ તે શ્રાવકના વ્રતને ગ્રડણ કરી પિતષ્ઠા કરેલા અપરાધને ખમાવીને ઘેર આવ્યા. પછી ગુરુના કરેલા ઉપદેશ પ્રમાણે ધર્મને પાળી અનુક્રમે તે શુદ્ધ શ્રાવક થ. હવે તે ગામમાં જીવ અજીવનું તત્વ જેણે જાણયુ એ અને કદાગ્રહથી વિમુક્ત, વિમલબધના માર્ગને અનુસરતે એ કેઈ એક જિનપ્રિય નામે શ્રાવક રહે છે. તે પ્રતિદિન વીરાંગદ રાજા પાસે આવી તે રાજાને ધર્મમાં સ્થિર કરવા માટે અનેક રીતે ધર્મોપદેશ આપે છે. સાધુઓનાં વખાણ પણ કરે છે અને તે રાજા પણ તેની જે કાઈ વાત હોય, તેને ઘણું જ માનથી સ્વીકારે છે, કારણ કે તેની પર તે રાજાને ધર્મગુરુ સમાન ભાવ છે. વળી રાજા સામાયિક, કે પિષધ, કે જિનપૂજા પ્રમુખ કાઈ પણ ધર્મકૃત્ય કરે છે, ત્યારે તેની સાથે જ કરે છે. હવે તેજ ગામમાં કેઈએક મેહન નામે વૈશ્ય રહે છે તેને
SR No.011590
Book TitlePruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherVardhaman Jain Shwetambar Murtipujak Sangh
Publication Year
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy