SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ જુદો નથી વળી આપે મને દુર્લભ એ જિનધર્મ આપીને મોક્ષરુપ રાજ્ય આપ્યું, તે હવે આ લૌકિક રાજ્ય તે તેની ગણત્રીમાં કયાં રહ્યું? વળી હે મિત્ર ! આ જાતમા આપ જેવા ધર્મોપદેશના કરનાર પુરુષે તે ઘણા જ થોડા છે. સારાં સંસારિક કામ માટે દ્રવ્યને વ્યય કરનારા પુરુષે તે કેટિશ મલે છે. પરંતુ તેમાથી કચ્છમાં પડેલા એવા દુઃખી જનના દુ અને મટાડવાને દ્રવ્યને વ્યય કરનારા તે થોડા પણ મલતા નથી. તેમજ વિવિધ પ્રકારના શાશ્વભ્યાસમા વિચક્ષણ તે આ પૃથ્વીને વિષે ઘણું જ છે, પરંતુ આપ જેવા મેક્ષિકારક જૈનધર્મના જાગનારા તે માડ બે ત્રણ મલે તે મલે ? એમ તે હરિગની પ્રશંસા કરીને વળી કહ્યું કે હે મિત્ર ! મારી તો એવી ઈચ્છા છે કે હવે આપણે વિયોગ ન થાય માટે આપણે એકત્ર જ રહીને આ વૈતાઢયની ઉત્તર દક્ષિણ એણિના રાજ્ય સ ભાળીએ અને તે રાજ્યનાં જ સુખ ભોગવીએ. વળી તે રાજ્ય સુખ પણ કયાં સુધી ભોગવીએ, કે જ્યાં સુધી આપણે બન્નેને રાજ્યધુરાને ધારણ કરે એવા બે પુત્રો ઉત્પન્ન ન થાય ત્યાં સુધી અને જ્યારે આપણને રાજ્ય વહન લાયક પુત્રે થાય કે તરત તે રાજ્યો પોત પોતાના પુત્રોને આપી દીક્ષા ગ્રહણ કરીએ ? તે સાભળી અત્ય ત ખુશી થયેલે હરિગ બે કે હે વયસ્ય ! મારા મનમાં જે વિચાર મેં ધારેલો હતો, તેજ આપે પણ કહ્યો એમ કહી બન્ને જણ ત્યાં સાથે જ રહ્યા. પછી અત્યંત નેહયુક્ત તે બને મિત્ર પ્રતિદિન હર્ષાયમાન થકા મનહર વિમાનમાં બેસી મહાવિદેહ ક્ષેત્રને વિષે જિનપ્રતિમાઓને વાંદવા માટે જાય છે. વળી પ્રતિદિન ધર્મોપદેશ સાભળે છે શાશ્વત એવા જિનચૈત્યેની ભક્તિભાવથી પૂજા યાત્રા પણ કરે છે. જગતને આલ્હાદકારક એવા તે બંને મિત્રો જૈન ધર્મના પ્રત્યેનીક જેનું નિવારણ કરી ચૈત્યની તથા જૈન સાધુઓની ઉત્તમ પ્રભાવના કરે છે સાધર્મિકવાત્સલ્યને કરી તેમાં કેટલાક શ્રાવકને દુખમાથી નિવૃત્ત કરે છે અને પિતાની પ્રજાને પણ તેઓ કર વગેરે દુખોથી મુક્ત કરે છે તેથી સર્વત્ર મહાઆનદ વર્તે છે. વળી તેઓના રાજ્યમાં બ્રાહ્મણે જે હતા, તે પણ જિનધર્મને વિષે પરમ આકરવાળા થયા. કહેવત છે કે “યથા રાજા તથા પ્રજા એટલે જેવા રાજા હોય તેવી જ પ્રજા પણ થાય ? આ પ્રમાણે પિતાના દેશમાં રહેનારા સહુ કઈ જ જિનધર્મના રાગી થયા અને બીજા લેકે પણ નિકટબંધી હોવાથી કરેલી ધર્મની અનુમોદના કરી જિનધર્મને વિષે નિમંત્સરી થયા. ' એમ કરતાં રાજ્યભાર ચલાવતા એવા હરિવેગ અને પવોત્તરકુમાર એક દિવસ ધ્વજા, પતાકા અને તેરણ વગેરે ઉત્સથી કરી મને ડર એવા પવોત્તરના ગર્જનપુરમાં આવ્યા ત્યારે તે નગરના રહેવાસી ઉત્તમ શ્રાવકેએ ત્યાંના જિનેન્દ્રપ્રસાદને વિષે મેટી ભક્તિથી ગીત, વાજિંત્ર અને નાટય તેણે યુક્ત એવા પરમ મત્સવ કરવાનો પ્રારંભ કર્યો. વિવિધ વર્ણવાળી શ્રીઅરિહંત ભગવાનની પ્રતિમાઓને આગીની રચના કરી તથા અનેક પ્રકારની પાઓ પણ ભણાવી. તેથી તે સહુ કોઈને માટે આનદ થયે
SR No.011590
Book TitlePruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherVardhaman Jain Shwetambar Murtipujak Sangh
Publication Year
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy