SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ યથાવકાશ નિવાસ કરે. અને હું તે આ તપોધન એવા તપરવી જનેના ચરણનું પૂજન કરી પાપ તાપને ટાલવા ઈચ્છું છું. પછી સૈન્યના જનોએ કુમારના કહેવા પ્રમાણે ત્યાં નિવાસ કર્યો. ત્યાર પછી કૃતકૃત્ય એ તે કુમાર તે તપસ્વીના આશ્રમમાં ગા. ત્યાં કેટલાક માથા પર જટાને ધારણ કરનારા, વલ્કલ વસ્ત્રને પહેરનારા, સૂર્યસામાં બે હાથ કરી ઉભા રહેલા એવા વૃદ્ધ તપસ્વીઓ બેઠા હતા તેનાં દર્શન કર્યા તથા પવાસનધી બેઠેલા, સૂકા કાઠેથી દેદીપ્યમાન, અગ્નિને તૃપ્ત કરતા, વૃક્ષના કયારામાં જળને વાળતા એવા કુમારતાપના પણ દર્શન કર્યા તેથી કરીને કુમારે તેને નમસ્કાર કર્યા. ત્યારે કુલપતિએ પણ ધર્માશિષ આપીને તે પાર કુમારને પોતાની પાસે બેસાડો. અને તેના નામ ગોત્ર વગેરે પૂછયાં ત્યારે કુમારે તેને પિતાનાં નામ ગેત્ર વગેરે સર્વ કહી, આપ્યાં. તે સાંભળી કુલપતિ કહે છે, કે આપ ઉત્તમ એવા રાજકુળમાં ઉત્પન્ન થયેલા હેવાથી મેટા માણસ છે ? માટે અમ લેકેને આતિ તથા અર્ધદાન કરવા ગ્ય છે ? એમ કહીને પિતાની પર્ણકૂટીમાંથી એક અત્યંત સ્વરુપવાલી કન્યાને બેલાવી અને તેને તે કુમારની આગળ ઉભી રાખી, વળી તે રાજકુમારને 5 એવાં વસ્ત્રાભરણા દિકે પણ પર્ણકૂટીમાંથી મગાવી, કુમારની આગળ મૂક્યાં, અને કહ્યું કે હે ચતુરાશ્રમી જીના ગુરુ ! તમે અમારા અતિથિ છે, તેથી તમારું આતિથ્ય કરવા માટે અમારા પ્રાણુથી પણ વલભ અને રાજાધિરાજને ગ્ય એવી આ કન્યાને, તથા તમારી પાસે મૂકેલાં વસ્ત્રાભરણાદિકેને પણ અંગીકાર કરી અમારા મનને આલ્હાદ કરે અને તમે સુકુલીન તથા ગુરુભક્ત છે, તેથી અમદ્વર્ગની પ્રાર્થના ભંગમાં ભીરુ જ હશે ? તેથી અમેએ આપવા ધારેલી કન્યાને તથા વસ્ત્ર મુકુટ વગેરેને સ્વીકાર કરો. હવે કુમારે તે સર્વ વાત તે સાંભળી, પણ તે કન્યાને જોઈને વિસ્મય પામી ગ, અને વિચારવા લાગ્યું કે અરે ! આ તે શું નારી હશે? કે આ તે શુ મૂર્તાિમતી ચંદ્ર દ્રિકા જ હશે કે આ તે શુ ચાચલ્ય છેડી ઉભી થઈ રહેલી લક્ષ્મી હશે ? કે શું સુરેદ્રના શપથકી ભૂમિ પર આવેલી કેઈ દેવાગના હશે ? કે આ તે શું પાતાળ થકી નીકળેલી નાગકન્યા હશે? અહેઆવી આ અત્ય ત રુપવતી કન્યા તે કેણું હશે? કદાચિત્ હાલ મે ઉપેક્ષા કરેલી સ્ત્રીઓમાથી જે આ કન્યા ન હોય તે સર્વજનેને ત્યાગ કરી એકાતવનમાં પર્ણકૂટી કરી રહેલા આ તપસ્વી મુનિ પાસે તે ક્યાંથી હોય? એવી રીતે ચિંતમાં ચિતવીને કુમાર કહે છે. કે હે ભગવન્! સર્વથા સર્વના સંગને ' ત્યાગ કરનારા બ્રહ્મચારી વનમાં રહેનાર એવા આપની પાસે આવી અતિરુપવતી કન્યા કયાથી આવી? કારણ કે આ મે કહ્યા એવાં કારણેથી તે આપની પાસે આવી કન્યા હેવાને સર્વથા 'સંભવ નથી તેથી આ અઘટિત ઘટના થઈ છે જે જોઈને મારા મનને મોટું આશ્ચર્ય ઉત્પન્ન થાય છે? માટે કૃપા કરી આ કન્યા આપની પાસે કયાંથી આવી?
SR No.011590
Book TitlePruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherVardhaman Jain Shwetambar Murtipujak Sangh
Publication Year
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy