SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ કરવાથી તેણે તિર્યંચ નામ કર્મ બાંધ્યું, તેથી તે પચે વાર વાગુલના જ ભવને પામ્ય, ત્યાથી મરણ પામી બે વાર ચિમાડો અવતાર પામે, ત્યાંથી મરી બે વાર ઘૂવડને ભવ પામે. પાછે ત્યાંથી મરણ પામી બે વાર શીયાલીએ થશેત્યાંથી મરણ પામી વિશાલ પુરિમાં દેવગુપ્ત નામે બ્રાહ્મણની ન દા નામની ભાર્યાને વિષે પુત્રપણે ઉત્પન્ન થયો. તે બાલ્યપણાથી જ વ્યાધિવાનું થશે. તેને એક રંગ જ્યાં તેની માતા બૌષધ કરી મટાડે છે, ત્યાં બીજી નવા બે ત્રણ રેપગે ઉત્પન્ન થાય છે. એમ કરતાં તેની માતા પણ મરણ પામી. પછી તેને પિતા બીજી સ્ત્રી પર. ત્યારે તેની તે ઓરમાન માતા હોવાથી તે રેગીની કાંઈ પણ આશ્વાસના કરે નહી અને તેમ તેની આગળ પણ જાય નહીં. હવે તે પુત્ર અત્ય ત રેગી રહેવા લાગે તેથી લેકેએ તેનું ગ્લટ એવું નામ પાડયું, અને જેમ વિષ્ટામાં કીડે મેટે થાય, તેમ રેશમા ને રોગમા વધવા લાગે. ' હવે તેને મિત્ર ઇધર શ્રેષ્ઠી જે હતું, તે તે ધર્મ જાગરણને વિષે અત્યંત ઉઘુક્તજ હત, તે માટે ધન, પુત્ર, દારાથી વિરક્ત થઈ તેણે શ્રી ધર્મેશ્વર નામે ગુરુ પાસે જઈ ચારિત્રને ગ્રહણ કર્યું પછી મુક્તિસ્ત્રીમાં રસિક, તથા શમતામૃતપાનમાં તૃષિત, એવામાં તે મુનિ વિહાર કરતા હતા. હવે તે મુનિ, એક દિવસ જેમાં સુભટ્ટ રહે છે, તે વિશાલા નગરીને વિષે પક્ષક્ષમણને પારણે આહાર વહેરવાને માટે ગોચરીએ નીકળ્યા, તે રેગીના પિતા દેવગુખ નામે બ્રાહ્મણને ઘેર આવ્યા. તે મુનિનાં દર્શન કરીને ખુશી થયેલે તે બ્રાહ્મણ, મુનિને પ્રણામ કરી વિનંતિ કરવા લાગ્યા કે, હે ભગવાન્ " આપ કરુણના ભંડાર છે, તેથી એક મારી વિનંતિ છે, તે સાંભળે. ત્યારે ગુરુએ આજ્ઞા કરી કે હે દ્વિજ ! તારે જે કહેવું હોય, તે કહે. ત્યા તે કહેવા લાગ્યું કે હે મહારાજ ! આ એક મારે પુત્ર છે, તે અવતર્યો ત્યાથી જ રાગી છે, અને તેના રોગને મટાડવા માટે મે ઘણા ઉપાયો કર્યા, પરંતુ કઈ પણ રીતે તેના રોગો મટતા જ નથી. માટે આપ કંઈ ઉપાય કહે, તો આ બિચારે રોગોથી મુક્ત થાય ? તે સાભળી મુનિ બેલ્યા કે હે બ્રાહ્મણ ! અમને યતિલકને તો જ્યારે ગોચરીએ જઈએ ત્યારે કેઈની સાથે વાત કરવી કપેજ નહિં. એ શાસ્ત્રોક્ત માર્ગ છે, તે પણ તારા પુત્રના રોગો જોઈ મને દયા આવે છે, તેથી હું કહું છું, તે સાભળ. હું દ્વિજ ! આ તારા પુત્રને બીજા કેઈ પણ ઔષધે લાગુ પડશે નહિં માટે તેને તે ધખધ કરવું જ ઉચિત છે. એમ કહી તે મુનિ ત્યાથી ભિક્ષાન મલવાથી પાછા બહાર ઉદ્યાનમાં ચાલ્યા ગયા. હવે તે બ્રાહ્મણ પણ જલદી ભજન કરી પિતાના રોગી પુત્રને લઈ એકદમ તે મુનિની પાસે આવ્યો. અને નમસ્કાર કરી તે મુનિને પુત્ર માટે ધર્મોપધ પૂછયું. ત્યારે ભાવવેદી એવા મુનિ બેલ્યા કે હે વિપ્ર ! જેથી રેગો ઉત્પન્ન થાય છે, તે રોગનું નિદાન કહેવાય છે, માટે પ્રથમ રેગનું નિદાન જાણી તે નિદાનને જ્યારે ત્યાગ કરીએ, ત્યારે જ
SR No.011590
Book TitlePruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherVardhaman Jain Shwetambar Murtipujak Sangh
Publication Year
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy