SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૯ છે, તે ત્યાં સ્વજનને વિયેગ, રોગ વગેરેથી દુખિતપણને તે પ્રાપ્ત થાય છે, તે જે દેવજન્મમાં જાય છે, તો તેને જ્યારે દેવેલેકના ભેગનો વિયોગ થાય છે, ત્યારે મોટું દુ ખ ઉત્પન્ન થાય છે, કારણ કે તે જે કાઈ શાશ્વત દેવપણામાંજ રહી શકતા નથી તે માટે તે વિષયોમાં ડાહ્યા પુરુષનું મન તે કેમ રાજી થાય? ના થાય જ નહિં. વળી તે ભેગને તુચ્છ સત્ત્વ એ અત્યંત સુખરૂપ માનેલા છે. આ પ્રકારની મુનિની વાણું સાભળીને ભેગેથી વૈરાગ્ય પામ્યો એ તે સૂરસેન રાજા તે મુનિને પ્રણામ કરીને પોતાને ઘેર આવ્યો. અને તે મુનિને જે પ્રત્યક્ષ સર્વ ગુણે દીઠા હતા, તેને સ્મરણ કરતો થકે રાત્રે સુતે તે પછી તેને ક્ષણ નિદ્રા આવીને પાછે તે ગુરુનું જ સ્મરણ હોવાથી તુરત જાગી ગયો, તેવામાં તે તેણે આકાશમાં વાગતા દેવતાઓના દુદુભિને શબ્દ સાંભળ્યો, તે સાંભળી મનમાં ચિંતવવા લાગ્યું કે અહો ! જે મુનિએ મને દિવસમાં ઉપદેશ આપ્યો હતો, તેજ મુનિને હાલ કેવલજ્ઞાન ઉત્પન્ન થયું હોય, એમ લાગે છે? એમ ચિંતવન કરી સૂઈ રહ્યો. સવારના પ્રડરમાં પોતાની સુક્તાવલી રાણીની સાથે મોટા આડંબરથી પાછે તે મુનિ પાસે ગયે. ત્યાં જઈ જ્યાં જોવે, ત્યાં તો દેવતાઓએ કર્યો છે મહોત્સવ જેને એવા તે સાધુને જોયા અને જોઈને અત્યંત હર્ષાયમાન થઈને મુનિવર્યને નમસ્કાર કરી રતુતિ કરીને તેમના મુખના વચનામૃતના પાન કરવા માટે પવિત્ર ભૂમિ પર બેઠે. તેવામાં તે તેજ કરીને સૂર્ય સમાન, દેદીપ્યમાન કુંડલવાલે મંદહાસ્ય કરી પ્રસન્ન છે મુખારવિંદ જેનું અને જય જ્ય શબ્દ કરતે એ કઈ એક પુરુષ તે કેવલીના ચરણ કમલને વિષે એકદમ પડીને સ્તુતિ કરવા તત્પર થયે. તે ચરણમાં પડેલા પુરુષને જોઈને વિસ્મય પામેલા સૂરસેન રાજાએ કેવલી ભગવાનને પૂછયું, કે હે ભગવન્ ! આ કેણ પુરુષ છે.? અને આપને વિષે અત્યંત ભક્તિમાન્ કેમ છે? ત્યારે કેવલી ભગવાને કહ્યું કે હે રાજન ! શુદ્ધ સમ્યકત્વજ્ઞાન થવાથી જીવ તીવ્રભકિતમાન થાય છે વળી બીજું પણ કારણ ભકિત થવામાં થયું છે તે પણ હું કહુ છુ, તે સાંભળો પૂર્વે પદ્મખંડ નામે પુરમાં ધને કરી કુબેર સમાન એવા ઈશ્વર અને ધનેશ્વર નામના ધનિક બે વૈશ્ય રહેતા હતા, તેમા ઈશ્વર જે હતું, તે જૈન ધર્મમાં સાવધાન હતું અને ધનેશ્વર જે હતું, તે મિથ્યાવિવાસિત હતું. તે બીજે નિકટસ બંધી તથા યત્કિંચિત્ પરસ્પર સનેડ યુકત હતા, હવે જૈનધર્મ એવો જે ઈશ્વર છે, તે દિવસના આઠમા ભાગમાં એટલે રાત્રિભેજન દેવના પરિહાર માટે સૂર્યાસ્તની પહેલાં જ પ્રતિ દિન ભજન કરે છે. તેને જોઈને કદાઝડી એ તેને મિત્ર ધનેશ્વર તેની નિ દા કરવા લાગ્યો કે અહિ ! આ તમારું જેનું અજ્ઞાન તો જુઓ. કે તમે નિરતર દિવસમાં બે વખત જ ભોજન કર્યા કરે છે ? અર્થાત્ સદા પવિત્ર એવું રાત્રિભેજન તે કઈ પણ દિવસ કરતાજ નથી ? તે સાંભળી પૃ ૧૭
SR No.011590
Book TitlePruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherVardhaman Jain Shwetambar Murtipujak Sangh
Publication Year
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy