SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ જે તેજસ્વી, ચંદ્રની જેમ શીતલ, જુગારાદિથી વ્યસનથી રહિત દાતાર, એ શખ રાજા રાજ્ય કરે છે, રાજય કરતાં કેટલાક સમય પસાર થાય છે. એક સમયે તે રાજા રાજસભામાં બેઠે છે, ત્યાં પ્રતિહારે આવીને અરજ કીધી, જે પ્રધાન એવા ગજનામે શેઠને પુત્ર દત્ત નામે વિનીત તમારે મિત્ર તમને મલવાને આવ્યો છે, હુકમ હોય તે સભામાં આવે. ત્યારે રાજાએ આજ્ઞા આપી, દત્તકુમાર પણ સારૂં ભેટયું રાજા આગલ મૂકીને પ્રણામ કરી નમી રહ્યો. ત્યારે રાજાએ પૂછયું, હે દત્તકુમાર ! તને કુશલ છે. કેમ ઘણા કાલે આવ્યું ? આટલા દિવસ કયાં ગયે હતો ? એટલું પૂછયા પછી નમ્રતાપૂર્વક દત્તકુમાર કહે છે. હે રવામન ! તમારી કૃપાથી કુશલ છે, અને ઘણા સમયે આવ્યાનું કારણ આપ સાંભલે. | અમારે વ્યાપારીની એ રીતે વર્તે છે, જે કાંઈક દિશામાં ભ્રમણ કરી યૌવન અવસ્થામાં - ધન ઉપાર્જન કરીએ. જે માટે નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે, ઘર ઘરને પરિચય મેલીને જે માણસ વિદેશ દેશાતર ન જાય તે કુવાના દેડકા સરખે સાર અસાર કાંઈ ન . જાણે. ચિત્ર વિચિત્ર એવી અનેક જાતની દેશભાષા ન જાણે, તે માટે દેશ દેશાંતરને વિષે ભ્રમણ કરનારા લેકે ઘણું આશ્ચર્ય જુવે છે એવું કહી હવે દત્તકુમાર પોતે જ્યાંથી આવ્યું છે તે અધિકાર કહે છે, અહી થી હે રાજેદ્ર' દેવશાલપુરે ગ. ત્યાં ધન ઉપાઈને હું કેટલાક કાલે અહીં આવ્યો. રાજા કહે છે. સૌમ્ય ! એટલે દર દેવશાલપુર છે, ત્યાં તું જઈ આવ્યો. તે શું તુ એ સર્વે સાચું કહે છે? ત્યારે ફરીને દત્તકુમાર કહે છેઃ– યત | કડતિભાર સમર્થનાં, કિંદર વ્ય વસાયિનામ II કે વિદેશ સુવિદ્યાના, કર પર પ્રિયવાદિનામ ૧ અર્થ:- જે સારે શક્તિમાન હોય તેને શું ભાર! વેપારી લેકેને શુ દૂર? સારે વિદ્વાન હોય તે તેને પરદેશ તે શું? અને જે મીઠું બેલે તેને પારકે માણસ ના લાગે છે એવું સાંભલી શખ રાજા પૂછે છે, ઉત્તમ દેશાંતર ફરતાં જે કંઈ આશ્ચર્ય દીઠું હોય તે તું મારી પાસે કહે? તે દત્તકુમારે કહ્યું જે મે આશ્ચર્ય દીઠું છે, તે કહું છું તમે સાવધાન પણે એકાગ્રમને સાભલો જ્યાં સદૈવ સર્વત્ર નિરૂપમ કુલ દેખીએ જ્યા અપ્રતિમ એવા ઘણું જિનપ્રાસાદ દેખિએ છીએ, જ્યાં જ્ઞાનકલા સહિત મુનિ દેખિયે છીએ, જ્યાં ધીવર જાતના લેકે પણ શ્રાવક છે, એવા તે દેવશાલ નગરને વિષે જે ચિત્રપટ્ટ તે વિકસ્વર નેત્રે કરી સ્વયમેવ આપ જુવો. એમ કહી યત્નપણે ગાવ્યું હતું જે ચિત્રપટ્ટ તે છેડીને રાજા આગલ મુક્યો તે ચિત્રપટ્ટ મળે કેઈક સ્ત્રીનું રૂપ છે, તે નિરખીને રાજા વિસ્મય પામે. કેઈ અગણ્યરૂપ લાવણ્યની ધરનારી દેવાંગના ન હોય શું? એવું કઈક કન્યાનું રૂ૫ રાજાએ દીકું. તે જોઈને, અહે એનાં નેત્ર કેવા છે ! અહો એનું મુખ, અહે એના સ્તન, અહી એના કરચરણ, અહે એનું લાવણ્યપણુ ' એવું રાજા હૃદયમાંહે ચિંતવતે
SR No.011590
Book TitlePruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherVardhaman Jain Shwetambar Murtipujak Sangh
Publication Year
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy