________________
૧૨૬
અણુવ્રતને ધારણ કરતી થકી શુદ્ધ જે ભાવ છે, એવી પરમ શ્રાવિકા થઈ. એક દિવસ બહારના સર્વ વૃત્તાતના કહેનારા પુરૂષ પાસેથી પોતાના પિતા મુક્તિએ ગયા, એવું સાંભળી, પરમ વિષાદ યુક્ત થઈ તે પૂર્ણચદ્રરાજા ભાવના ભાવવા લાગ્યા કે, ધન્ય છે મહાનુભાવ મારા પિતાને કે જેણે પિતાના કેમળ અગે કરી દુક્કર એવું કાર્ય સાધી લીધું મહાપાપમાં આસક્ત, અલ્પસત્વ એ હું તો જરાને પ્રાપ્ત થયે, તે પણ વિષયમાંજ લેપ થઈ રહ્યો છું. વળી આ દેહાદિકને વિષે અનિત્યતા જોઉ છુ, તે પણ હજી ધર્મમાંજ પ્રમાદ કરી બેસી રહ્યો છું ! તે પૂર્ણચંદ્રરાજાને વૈરાગી જઈ પિતાની પ્રિયા પપસુંદરી કહેવા લાગી કે હે નાથ ! નકામે ખેદ શા માટે કરે છે? તેવા ખેદ કર્યાથી શું વળવાનું છે? માટે ખેદ છેડી કાઈક ઉદ્યમ કરો માટે શેક છોડી દે અને હવેથી બ્રહ્મચર્યવ્રત જાવજજીવ પાળે, જ્યા સુધી સુરસુરસુરિ અહી ન પધારે, ત્યા સુધી પૂર્વોક્તરીતે આપ વત્તે. અને જ્યારે તે ગુરુ પધારે, ત્યારે આપના જે મનોરથ હોય, તે સાધજે. આવા વચન સાભળી પૂર્ણચદ્ર રાજા કહેવા લાગ્યું કે હે પ્રિયે! તુ ઘણું ચતુર છે કારણ કે મારા મનમાં જે બાબતને મને કલેશ હતું, તે બાબત તે સર્વ કહી દેખાડી તે બહુજ સારું કહ્યું. એમ તે પુષ્પમુ દરીની સ્તુતિ કરીને રાજ્યની સર્વ ચિંતા પિતાના પુત્ર પર નાંખી, સર્વ વ્યાપાર રહિત થઈને અહોનિશ જિને પૂજા તથા સામાયિકને ગ્રડણ કરવા લાગે, હવે તે દંપતી, સુરસુદરસુરિના આગમનની વાટ જોઈ બેઠાં છે, તેવામાં પૂર્ણચંદ્ર રાજાને શરીરમાં રેગ આવ્યે તેથી દેડ ગેહને વિષે સુરિની ભાવના ભાવવા લાગ્યો કે અહો ! જે ઠેકાણે સુરિ વિરતા હશે, તે દેશ, પુર, ગ્રામ, તેને ધન્ય છે? હું ક્યારે દેખીશ કે જે દિવસમાં ગુરુ પાદાબુજને સેવીશ, તથા ગુણોથી શ્રેષ્ઠ એવા સાધુઓની સેવા પણ કરીશ? વળી પૂર્ણ અમૃતરસ સમાન શ્રીગુરુના મુખથકી નિકળતા આગમામૃતનું પાન કરીશ? સંસારરુપ અટવીમાં વિહાર કરવાથી ભય પામેલે તથા સદા શમરુપ આરામને વિષે નિવાસ કર્યું છે ચિત્ત જેનું એ હું તૃણમાં અને મણિમાં તુલ્ય મન કરીને રુડા સાધુ સાથે કયારે વાર્તા કરીશ ? એ પ્રકારે ધર્મધ્યાનની ભાવનાને ભાગવા લાગ્યા. ત્યાં તે તે રાજાને પ્રબળ રેગની વ્યથા વધી, તેને સહન કરી, માનને તથા ક્રોધકષાયને ત્યાગ કરી અને સન્મુત્યુથી તેણે પિતાના દેડનો ત્યાગ કર્યો. પછી તે પૂર્ણચદ્રકુમાર, રાજ્યસુખ ભેગવવાના ગૃડ વગેરે સાધન જેમાં છે એવા અગ્યારમાં આરણદેવલેકમાં મદ્ધિક દેવપણને પ્રાપ્ત થયે.
પછી શાસ્ત્રોક્ત તપથી કૃશશરીર વાળી. શ્રીમત્ અરિહ તપદમાં ભમરી સમાન તે પુષ્પસુંદરી રાણું પણ સમાધિગથી આરાધના કરી ગૃહસ્થભાવથી જ મરીને અગાધસુખથી ભરપૂર એવા તેજ અગ્યારમાં આરણદેવલેકને વિષે મહદ્ધિદેવતા થઈને અવતરી પ્રકાશમાન એવા તે એકજ આરણુવિમાનને વિષે બને દેવતા મિત્ર થયા, અને ત્યાં વસ સાગરોપમનું આયુષ્ય ભોગવતા હતા એ પ્રમાણે પૃથ્વીચન્દ્ર અને ગુણસાગરના ચરિત્રને વિષે પર્ણચંદ્ર રાજાધિકાર નામે પાંચ સર્ગ સંપર્ણ થયે અહી પૃથ્વીચંદ્ર અને ગુણસાગર દાભવને સ બ ધ સમાપ્ત થ.